બેલગામ: કર્ણાટકના બેલગામમાં એક સભાને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું કે 500-1000 રૂપિયાની નોટ બંધ થવાથી ઈમાનદાર લોકો પર કોઈ અસર પડશે નહીં, હું દેશભરમાં ઈમાનદારી માટે નિકળ્યો છું. કોંગ્રેસ પર હુમલા કરતા મોદીએ કહ્યું કે, કોંગ્રેસ પૂછી રહી છે કે 500-1000 રૂપિયાની નોટ કેમ બંધ કરવામાં આવી, જ્યારે કોંગ્રેસે પાવલી બંધ કરી ત્યારે મેં તમને કંઈ કીધું હતું? મોદી બોલ્યા કે કોંગ્રેસની પાસે એટલી તાકાત નહોતી કે, તે આટલી મોટી ચલણી નોટ બંધ કરી શકે, ગત સરકાર આ કામ ટાળી રહી હતી, પરંતુ અમારી સરકારે આ કામ કર્યું છે. મોદીએ કહ્યું કે, તમે 70 વર્ષ લૂંટનારા જોયા, હવે મને 70 મહીના આપો.. મોદીએ કહ્યું કે, મેં દેશ માટે કામ કરવામાં કંઈ છૂપાવ્યું નથી. પહેલા દિવસે જ કહ્યું હતું કે, આ કામ કરવા માટે 50 દિવસ જોઈએ, અમે દેશને વિશ્વાસમાં લઈને આ કામ કર્યું, ભ્રષ્ટાચારની લડાઈમાં મને દેશની જનતાની મદદ જોઈએ છે, કાળા નાણા ધરાવનાર લોકોનો 70 વર્ષોનો રેકોર્ડ બહાર આવી જશે. 8 નવેમ્બરથી દેશનો ગરીબ શાંતિથી ઉંઘી શકે છે અને અમીરોને ઉંઘની ગોળીઓ ખરીદવા માટે બજાર ગયો, પરંતુ તેમને કોઈ આપવાવાળું ન મળ્યું, કાળાનાણા ધરાવનાર કાન ખોલીને સાંભળી લે 30 ડિસેમ્બર પછી મોદી અટકવાના નથી, આ નિર્ણયથી થોડી મુશ્કેલીઓ જરૂર પડશે, પરંતુ દેશને ફાયદો થશે. તેના પહેલા રવિવારે સવારે ગોવામાં એક કાર્યક્રમમાં પણ પીએમ મોદીએ નોટબંદી વિશે બોલતા વિપક્ષ ઉપર નિશાન સાંધ્યું હતું.