નવી દિલ્લી: પંજાબ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીએમ મોદી રાજ્યમાં મેગા રેલી કરવા જઈ રહ્યા છે. એક નવેમ્બરે પીએમ મોદી પંજાબના લુધિયાનામાં આ મેગા રેલીને સંબોધિત કરશે. તમને જણાવી દઈએ કે એક નવેમ્બરે પંજાબ-હરિયાણા દિવસ પણ મનાવવામાં આવે છે. એક અનુમાનના મતે પીએમની આ રેલીમાં 50 હજારથી વધારે લોકો હાજર રહેશે.


યૂપીમાં બીજેપી પોતાની વિધાનસભાની ચૂંટણીને લઈને પહેલાથી બિગુલ ફૂંકી ચૂક્યું છે. પરંતુ માનવામાં આવે છે કે એક નવેમ્બરે થનાર પીએમ મોદીની મેગા રેલીથી બીજેપી-અકાલી દળ મળીને પંજાબમાં સત્તાવાર રીતે ચૂંટણી અભિયાનનો શંખનાદ કરશે.

પીએમ મોદીની રેલી પહેલા 31 ઓક્ટોબરે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ પંજાબ પહોંચશે. શાહની સાથે નાંણા મંત્રી અરૂણ જેટલી પણ પંજાબ પહોંચે તેવી જાણકારી મળી રહી છે.