નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્રી મોદી આજે સવારે 11 વાગ્યે પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાત થી દેશને સંબોધન કરશે. નવા કૃષિ કાયદાને લઈ છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા ખેડૂત આંદોલનની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વર્ષની છેલ્લી ‘મન કી બાત કરશે.’ એવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, પીએમ મોદી કૃષિ કાયદા અને ખેડૂત સંબંધિત મુદ્દાઓ પર વાત કરી શકે છે.



નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનનો આજે 32મો દિવસ છે. ખેડૂતો પોતાની માંગ પર અડગ છે. ત્યારે પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમનો તાળી અને થાળી વગાડીને વિરોધ કરવાનો ખેડૂતોએ અગાઉથી જ જાહેરાત કરી દીધી છે. કેટલાક સંગઠનોએ પહેલા જ કહ્યું હતું કે, તેઓ આ કાર્યક્રમનો વિરોધ કરશે.