નવી દિલ્હી: INX મીડિયા કેસમાં દિલ્હીની કોર્ટે શુક્રવારે કૉંગ્રેસ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદંબરમની વચગાળાની જામીન અરજીને ફગાવી દીધી છે.  સ્વાસ્થ્યના કારણોસર ચિદમ્બરમના જામીન માંગ્યા હતા. જો કે આ સાથે કૉર્ટે તિહાડ જેલના અધિક્ષકને ચિદમ્બરમને લઇ કેટલાક દિશા નિર્દેશો આપ્યા છે.


ચિદમ્બરમ સ્વાસ્થ્યના કારણોસર જામીન માંગ્યા હતા. જેના પર હાઈ કોર્ટે ગુરુવારે મેડિકલ બોર્ડનું ગઠન કર્યું હતું. મેડિકલ બોર્ડે શુક્રવારે હાઈકોર્ટ સામે રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટ પ્રમાણે, ચિદમ્બરમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી. તેના પર કોર્ટે કહ્યું કે ડૉક્ટર ચિદમ્બરમનું રેગ્યુલર ચેકઅપ જેલમાં જ કરે. સાથે મિનરલ વોટર પીવા માટે આપવામાં આવે, મચ્છરોથી બચવા માટે વ્યવસ્થા કરવામાં આવે.