નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પત્રકારો માટે ‘દીવાળી મિલન’ સમારોહનું આયોજન કર્યું છે. આ સમારોહ ત્રણ નવેમ્બરે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ના દિલ્લીમાં બનેલા હેડક્વાટર પર યોજાશે. બીજેપીના હેડક્વાટર 11 અશોકા રોડ પર છે. મળેતી માહિતી પ્રમાણે, આ સમારોહમાં લગભગ 2500 પત્રકારોને બોલાવવામાં આવ્યા છે. આ તમામ પત્રકારો પ્રિંટ, ટીવી અને એંજસીના હશે. કાર્યક્રમ માટે એસપીજી સુરક્ષાની તૈયારી પણ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વખતે પ્રધાનમંત્રી ભીડમાં એક સાથે નહીં, પરંતુ અલગ-અલગ (એક-એક) કરીને પત્રકારોને મળશે. એવું એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે 2014માં કરવામાં આવેલા આવા કાર્યક્રમમાં પત્રકારોને સેલ્ફી લેવાની હોડમાં ધક્કા મુક્કીની ઘટનાઓ બની હતી.

તેના સિવાય નવી દિલ્લીમાં જ કેંદ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને જેપી નડ્ડા પણ પત્રકારો માટે દીવાળી મિલન કાર્યક્રમ રાખશે, ઉલ્લેખનીય છે કે ગત વર્ષ 28 નવેમ્બરે ‘દીવાળી મિલન’ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની સાથે તેમના કેબિનેટના ઘણા મંત્રીઓ હાજર હતા. તે અવસરે પીએમે કહ્યું હતું કે આ કાર્યક્રમ દીવાળી પછી યોજાયો હોત તો વધુ સારું રહેત. જેના લીધે આ વર્ષે દીવાળી મિલન સમારોહ દીવાળી પછી યોજવામાં આવ્યો છે. પીએમે કહ્યું હતું કે ભારતમાં મનાવવામાં આવતો આ તહેવાર સમાજને ઘણી પ્રેરણા આપે છે. આ કાર્યક્રમ દરમિયાન ઘણા મોટા પત્રકાર હાજર રહ્યા હતા. પત્રકારો સાથે સેલ્ફીના લીધે #ModiMediaGate ટ્રેંડ પણ કરવા લાગ્યું હતું. તેમાં લોકો પીએમને નિશાને બનાવ્યા હતા.