નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાનના સંબંધો માટે શુક્રવારનો દિવસ ખૂબ જ અગત્યનો રહ્યો. શુક્રવારે ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનની વતનમાં વાપસી થઈ હતી. વિંગ કમાંડર અભિનંદનની વાપસી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું. આ ઉપરાંત અમેરિકા સહિતના કેટલાંય દેશોના દબાણ અને ભારતના આક્રમક વલણ બાદ પાકિસ્તાને આ નિર્ણય લીધો હતો. અમેરિકાએ પાકિસ્તાનના આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું.



અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ભારત-પાકિસ્તાનથી સારા સમાચાર આવી રહ્યા છે. બીજીબાજુ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરૈશીએ ભારત પાસે ફરી એક વખત પુરાવા માંગ્યા છે. જો ભારત નક્કર પુરાવા આપે તો અમે મસૂદ અઝહરની ધરપકડ કરીશું.


વાઘા બોર્ડર પર અભિનંદનની પહેલી ઝલક જોઈને સમગ્ર દેશ માટે ખુશીનો માહોલ સર્જાયો હતો. લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરવાનું શરૂ કરી દીધું હતું. સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.