નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા છેલ્લા 24 કલાકમાં 4213 વધી છે જ્યારે 1559 દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સાથે કુલ કોરોના પોઝિટવ કેસનો આંક 67,152 પર પહોંચ્યો છે જેમાંથી અત્યાર સુધી 20917 લોકો સાજા થયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, દેશમાં હવે રિકવરી રેટ 31.15 ટકા છે. સ્વાસ્થય મંત્રાલય અનુસાર, હાલમાં 44029 એક્ટિવ કેસ છે અને અત્યાર સુધી 2206 લોકોના મોત થઈ ચૂક્યા છે.
લવ અગ્રવાલે કહ્યું કે, કોરોના વાયરસ વિરુધ્ધની લડાઈમાં લોકોનો સહયોગ જરૂરી છે. જે લોકોમાં લક્ષણ દેખાઈ છે તેઓએ આગળ આવવું જોઈએ અને તેના વિશે જણાવવું જોઈએ. તેની સાથે તેમણે કહ્યું કે, કોવિડ-19ના ધર્મ આધારિત મેપિંગ સંબંધિત ખબરો નિરાધાર, ખોટી અને બેજવાબદાર છે. કોરોના ફેલાવાને જાતિ, ઘર્મ અને વિસ્તાર સાથે કોઈ લેવા દેવા નથી, આ સાવચેતી ન રાખવાના કારણે ફેલાય છે.
કયા રાજ્યમાં કેટલા મોત થયા ?
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, મહારાષ્ટ્રમાં સૌથી વધુ મોત 832 થયા છે, ગુજરાતમાં 493, મધ્યપ્રદેશમાં- 215, તેલંગણામાં 30, દિલ્હીમાં 73, પંજાબમાં 31, પશ્ચિમ બંગાળ 185, કર્ણાટકમાં 31, ઉત્તર પ્રદેશ 74, રાજસ્થાન-107, કેરળ-4, જમ્મુ-કાશ્મીરમાં 9, આંધ્રપ્રદેશ 45, બિહાર -6, તમિલનાડુ-47, હિમાચલ પ્રદેશ અને ઓડિશામાં બે-બે, ચંડીગઢ, આસામ -2 અને મેઘાલયમાં એકનું મોત થયું છે.
કયા રાજ્યામાં કેટલા કેસ ?
આંધ્રપ્રદેશ- 1980, અંદમાન નિકોબાર-33, અરૂણાચલ પ્રદેશ-1, આસામ-63, બિહાર-696, ચંદીગઢ-169, છત્તીસગઢ-59, દિલ્હી-6923, ગુજરાત- 8194, હરિયાણામાં-703, હિમાચલ પ્રદેશ -55, જમ્મુ કાશ્મીર-861, ઝારખંડ-157, કર્ણાટક-848, કેરળ-512, લદાખ-42, મધ્યપ્રદેશ-3614, મહારાષ્ટ્ર- 22171 , મણિપુર-2, મેઘાલય-13, મિઝોરમ-1, ઓડિશા-377, પોંડીચેરી-9, પંજાબ-1823, રાજસ્થાન- 3814, તમિલનાડુ- 7204, તેલંગણા-1196, ત્રિપુરા-150, ઉત્તરાખંડ-68, ઉત્તર પ્રદેશ-3467 અને પશ્ચિમ બંગાળ-1939 દર્દીઓ કોરનાથી સંક્રમિત છે.
Coronavirus: દેશમાં 4213 નવા કેસ નોંધાયા, અત્યાર સુધી 20917 લોકો થયા સ્વસ્થ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 May 2020 06:34 PM (IST)
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, દેશમાં હવે રિકવરી રેટ 31.15 ટકા છે. હાલમાં 44029 એક્ટિવ કેસ છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -