નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ થી દેશને સંબોધન કરશે. મન કી બાતનો આ 48મો કાર્યક્રમ છે. કાર્યક્રમ સવારે 11 ઓલ ઈન્ડિયા રેડિયો આકાશવાણી અને અન્ય રેડિયો ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે.
તે સિવાય ડીડી નેશનલ, ડીડી ન્યૂઝ સહિત અન્ય ચેનલો પર પણ તેનું પ્રસારણ થશે. ઉલ્લેખનીય છે કે, મોદી આ કાર્યક્રમ મારફતે વિભિન્ન મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કરે છે.
મન કી બાતના ગત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, દેશની નારી શક્તિ વિરુદ્ધ અત્યાચાર કોઈ પણ સભ્ય સમાજે સહન નહીં કરે. હવે 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓના રેપના આરોપીઓને ફાંસીની સજા થશે. તેની સાથે પીએમ મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું અટલજીના નિધન પર દેશમાં પ્રગટ કરવામાં આવેલો શોક તેમના વિશાળ વ્યક્તિત્વ બતાવે છે.