નવી દિલ્હીઃ ચીની સીમા પર ભારતના 20 જવાનો શહીદ થયા બાદ દેશભરમાં રોષ ફેલાયો છે. ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં સતત તણાવ વધી રહ્યો છે, હવે તણાવની વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સીધુ પીએમ મોદી પર નિશાન તાક્યુ છે. રાહુલ ગાંધીએ આક્રમક ટ્વીટ કરીને ચીન પર ગુસ્સો ઠાલવ્યો છે.


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું- બસ, હવે બહુ થઇ ગયુ, અમે સત્ય જાણવા માગીએ છીએ, થયુ શું. વડાપ્રધાન મોદી ચુપ કેમ છે? ચીન અમારા સૈનિકોના મારી કેવી રીતે ગયુ? તેમની હિંમત કેવી રીતે થઇ કે ચીને અમારી જમીન હડપી લીધી?



ભારત અને ચીનની બોર્ડર પર 20 જવાનોની શહીદી બાદ આખાદેશમાં ગુસ્સો ફૂટ્યો છે. વિપક્ષી પાર્ટીઓ પણ સરકારને સવાલો કરી રહી છે. કોંગ્રેસથી લઇને તૃણમુલ કોંગ્રેસ સહિતના અન્ય પાર્ટીઓ સરકાર પર હાવી થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગલવાન ઘાટીમાં બન્ને દેશોના સૈનિકો વચ્ચે હિંસક ઝપાઝપી થઇ, ભારતના 20 સૈનિકો આ ઝપાઝપીમાં શહીદ થયા હતા. જેમાં એક ઓફિસર પણ સામેલ છે. બીજીબાજુ ચીનને પણ મોટુ નુકશાન થયુ છે. સમાચાર એજન્સી એએનઆઇનો દાવો છે કે ચીનના પણ 43 સૈનિકો ગંભીર છે, જોકે, ચીને આની પુષ્ટિ નથી કરી.