નવી દિલ્લી: ઉત્તર પ્રદેશના એક ગામમાં મંગળવારે (13 સપ્ટેમ્બર) પુરા 11 વર્ષ પછી વીજળી પહોંચી હતી. જે ગામ છેલ્લા 11 વર્ષથી વીજળી પહોંચી નહોતી તે ગામનું નામ બિધિયા છે. તે એટા જિલ્લામાં આવે છે. આ ગામમાં વિજળી લાવવાનો શ્રય વડાપ્રધાન નરેંદ્ર મોદીને જાય છે, સાથે તે ગામમાં રહેવાસી એક યુવતીનું પણ આ કાર્યમાં યોગદાન છે. જો કે, 23 વર્ષની દીપ્તિ મિશ્રાએ પીએમઓ પાસે લાઈટ માટે ઑનલાઈન એપ્લિકેશન કરી હતી.


તેના પર ધ્યાન આપતાં પીએમે આ મામલે હસ્તક્ષેપ કર્યો હતો. દીપ્તિના આ કદમથી ગામના તમામ લોકો ખુશ છે. ગામના રણવીર સિંહ નામના વૃદ્ધે કહ્યું, ‘દીપ્તિએ તે કામ કરી બતાવ્યું છે જે 11 વર્ષમાં કોઈએ કર્યું નથી. તે ઘણી સમજદાર યુવતી છે.