નવી દિલ્લી: પીએમઓએ હાલમાં જ એક નિવૃત્ત શિક્ષકને એક લાખ રૂપિયાનો ચેક પાછો આપ્યો છે. આ શિક્ષકે એક લાખ રૂપિયાની રકમ દેશના સૌથી ગરીબ વ્યક્તિને મદદ કરવા માટે ડોનેટ કર્યા હતા.


રાજસ્થાનમાં સિકર જિલ્લાના દાતારામગઢના નિવૃત્ત શિક્ષક દિપચંદ શર્માએ 10 જૂન 2015ના રોજ એક લાખ રૂપિયાનો ચેક સરકારને મોકલી આપ્યો હતો. તેમણે શરત મૂકી હતી કે આ ચેક દેશના સૌથી ગરીબ વ્યક્તિને આપવામાં આવે.

જો કે ફેબ્રુઆરી 2016ના રોજ પીએમના સચિવ પી.કે.બાલીએ દિપચંદ શર્માનો સંપર્ક કરી કહ્યું હતું કે ડિપાર્ટમેંટ સૌથી ગરીબ વ્યક્તિને શોધીને તેને આ પૈસા પહોંચાડી શકે તેમ નથી. જો કે આ રકમને પીએમ રીલિફ ફંડમાં ડિપોઝીટ કરવા આવ્યા હોવાનું જણાવ્યું હતું.

પીએમઓએ આ પછી 1 લાખનો ડિમાંડ ડ્રાફ્ટ દિપચંદ શર્માને મોકલી આપ્યો છે.