નવી દિલ્હીઃ મહિલાઓ સાથે છેડતી કરવાના આરોપમાં દિલ્હી પોલીસે રવિવારે સવારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની ધરપકડ કરી હતી. AAP ધારાસભ્ય વિરુદ્ધ ત્રણ અલગ અલગ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. અમાનતુલ્લાની આઇપીસીની કલમ 509 અને 506 હેઠળ ધરપકડ કરાઇ છે.
બીજી તરફ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ધારાસભ્યની ધરપકડનો આરોપ વડાપ્રધાન મોદી પર લગાવ્યો હતો. કેજરીવાલે કહ્યુ હતું કે, વડાપ્રધાન મોદીએ આમ આદમી પાર્ટીના વધુ એક ધારાસભ્યની ધરપકડ કરાવી છે.