કોરોના મહામારી વચ્ચે પંજાબના પોલીસ અધિકારીએ માનવતાંને લજવતી હરકત કરી છે. ભટીંડાના સીઆઈએ સ્ટાફમાં તૈનાત સહાયક પોલીસ ઈન્સ્પેક્ટર ગુરવિંદર સિંહ એક વિધવા મહિલાને બ્લેકમેલ કરીને તેનું શારીરિક શોષણ કરતો હતો. તેની આવી હરકતથી કંટાળી ગયેલી વિધવાએ ગામ લોકોને વાત કરી હતી. જે બાદ ગામલોકોએ વિધવાનું શારીરિક શોષણ કરતાં પોલીસ અધિકારીને આપત્તિજનક હાલતમાં રંગેહાથ ઝડપીને પોલીસને સોંપી દીધો હતો.


મળતી માહિતી પ્રમાણે ગુરવિંદર સિહં એક મહિલા સાથે શારીરિક સંબંધ બનાવવા માંગતો હતો. આ મહિલા વિધવા હતી. જે મુશ્કેલથી તેના છોકરાનું પાલન કરતી હતી. તે વિધવાને ત્રણ મહિનાથી પરેશાન કરતો હતો. જ્યારે મહિલાએ આ પોલીસકર્મીની વાત ન માની તો કેટલાક પોલીસવાળા તેના ઘરે આવ્યા હતા અને છાપો માર્યો હતો.


ગુરવિંદર સિંહે વિધવાના 20 વર્ષીય પુત્ર પર અફીણની તસ્કરીનો ખોટા મામલો બનાવીને ધરપકડ કરી હતી. વિધવાનો છોકરો કોવિડ-19 લક્ષણોના કારણે હોમ આઇસોલેશનમાં હતો. છોકરાની અવેજીમાં આરોપી ગુરવિંદર સિંહે વિધવા મહિલાએ બે લાખ રૂપિયાની માંગ કરી હતી. ગુરુવિંદર એક દિવસ મહિલાના ઘરે આવ્યો અને પુત્રની સારવાર માટે જમા કરેલા 60 હજાર રૂપિયા છીનવી લીધા હતા અને વધારે બે લાખ રૂપિયાની માંગ કરી હતી. પીડિત મહિલાએ સંબંધીઓ પાસેથી એક લાખ રૂપિયાની માંગ કરી હતી. વિધવાએ ગમે તેમ કરીને પૈસા ભેગા કરીને તેને આપ્યા અને તેમ છતાં તેના છોકરાનો છોડ્યો નહોતો અને બદલામાં શારીરિક સંબંધ બનાવવાની માંગ કરી હતી.


આખરે મહિલાએ કંટાળીને ગામલોકોની મદદ માંગી હતી. મહિલાએ ગામલોકોને હકીકત જણાવી ત્યારે ગામના સંરપંચે તેના ઘરમાં સીસીટીવી કેમેરા લગાવી દીધા. જે બાદ આરોપીને જાળ બિછાવીને બોલાવવામાં આવ્યો હતો. ગુરવિંદર સિહં જેવો મહિલાના ઘરે પહોંચ્યો અને કપડાં ઉતારવા લાગ્યો કે તરત ગામલોકોએ દરવાજો ખોલીને તેને દબોચી લીધો હતો.  


આ શહેરમાં લોકડાઉન પહેલા દારૂ ખરીદવા લોકોએ સોશિયલ ડિસ્ટન્સ નેવે મૂકીને કરી પડાપડી, જુઓ તસવીરો


બોલિવૂડના આ સુપર સ્ટારે લીધો કોરોના રસીનો બીજો ડોઝ, કેપ્શનમાં લખી આ વાત