નવી દિલ્હી: લોકસભામાં કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીની કારને આજે વિજય ચોકના ટ્રાફિક સિગ્નલ પર રોકવામાં આવી હતી. પોલીસે કહ્યું તે તમારી કાર પર 2019નું સંસદનું સ્ટીકર છે. 2020નું સ્ટીકર લગાવો ત્યારબાદ તમે તમારી કારને લઈ સંસદ જઈ શકશો.


કૉંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી આ અંગે જણાવ્યું હતું કે, મારી ગાડીમાં સાંસદનું સ્ટીકર લગાવ્યું છે, જે 31 માર્ચ સુધી લોકસભા અધ્યક્ષે પરમિટ કર્યું છે, તેમ છતાં પણ મારી ગાડીને વિજય ચોક પર પોલીસ દ્વારા રોકી દેવામાં આવી હતી,બાદમાં મારે ચાલતા જ સંસદ ભવનમાં આવવું પડ્યું હતું. સવારથી હું બે વખત સંસદમાં આવી ચુક્યો છું, પોલીસે ગાડી રોકતા કહ્યું હતું કે, તમે આ ગાડીમાં સંસદ નહીં જઈ શકો, કેમ કે તેમા 2020નું સ્ટીકર નથી લાગ્યું.

અધિર રંજન ચૌધરીની કારની પાછળ કૉંગ્રેસના સાંસદ ગુરજીત સિંહ ઔજલાની કારને પણ રોકવામાં આવી હતી. તેમને આરોપ છે કે તેમણે પણ પગપાળા જવુ પડ્યું હતું. અધિર રંજન ચૌધરીનો તર્ક છે કે લોકસભાએ બુલેટિન પાસ કરી જાણકારી આપી છે કે 2020ના નવા પાસ 10 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી જાહેર કરાશે, ત્યાં સુધી જૂના પાસની માન્યતા રહેશે. એવામાં અધીર રંજનનો આરોપ છે કે તેમની સાથે દિલ્હી પોલીસના સુરક્ષાકર્મીઓએ દુર્વ્યવહાર કર્યો, જેના કારણે તેમને પગપાળા જવું પડ્યું હતું.