હરિદ્વારઃ ઉત્તરાખંડ હરિદ્વાર જિલ્લાના કોતવાલી રાનીપુરમાં શરાબ માફિયાઓ દ્વારા પોલીસને ફટકારવામાં આવ્યો હતો. ઉપરાંત તેના કપડાં પણ ફાડી નાંખ્યા હતા. મળતી જાણકારી મુજબ, શિવલોક કોલોની પાસે આવેલા તિબડી વિસ્તારમાંથી એક સ્કૂટી પકડાઈ હતી, જેની ડિક્કીમાં દારૂ ભર્યો હતો. સ્કૂટીને આ વિસ્તારના કેટલાક લોકોએ તેમના કબજામાં લઈ લીધી હતી. આ સમયે ત્યાં કેટલાક શરાબ માફિયા પણ હાજર હતા. જ્યારે પોલીસ અહીં પહોંચી ત્યારે કેટલાક લોકોએ ધક્કા મુક્કી કરી અને સ્કૂટી લઈ જવાથી રોકી.

આ લોકોએ પોલીસ પર શરાબ પીને ડ્યૂટી કરવાનો પણ આરોપ લગાવ્યો. આ દરમિયાન શરાબ માફિયા અને તેમના સમર્થકોની આ કરતૂતનો કોઈકે વીડિયો બનાવી લીધો હતો. પોલીસ અને શરાબ માફિયા વચ્ચેની માથાકૂટમાં પોલીસ કર્મચારીના કપડાં પણ ફાડી નાંખવામાં આવ્યા હતા.  પોલીસે આ અંગે 5 લોકોની ધરપકડ કરી છે.


વર્લ્ડકપ 2019 INDvWI: શમી કે ભુવનેશ્વર? સચિને આપ્યો ચોંકાવનારો જવાબ, જાણો વિગત

વર્લ્ડકપ 2019 NZvPAK મેચનો સ્કોર જાણવા અહીં કરો ક્લિક

અમરેલીઃસાવરકુંડલામાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશી, જુઓ વીડિયો