સિદ્ધુએ વિદેશ મંત્રાલયને ત્રીજી વખત આ મામલે પત્ર લખ્યો હતો. આ પહેલા લખેલા પત્રનો જવાબ ન મળતા તેઓ નારાજ હતા અને પોતાના ત્રીજા પત્રમાં લખ્યું હતું કે, હું સ્પષ્ટ રીતે કહું છું કે જો સરકારને કોઈ વાંધો હોય તો તે મને મંજૂરી ના આપે, હું કાયદાનું પાલન કરીશ અને નહીં જાઉં. પરંતુ તમે મારા ત્રીજા પત્રનો જવાબ નહીં આપો તો શીખ શ્રદ્ધાળુઓની જેમ વીઝા માટે લાયક જણાશે તો પાકિસ્તાન જઈશ.
ઇમરાન ખાને કરતારપુર કૉરિડોરની મનમોહક તસવીરો કરી શેર, કહ્યું- શીખ શ્રદ્ધાળુઓના સ્વાગત માટે તૈયાર
પ્રથમ જથ્થામાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી અને હરસિમરત કૌર સિવાય કેટલાક વિદેશી મહેમાન પણ જઈ રહ્યાં છે. ત્યારે અભિનેતાથી નેતા બનેલા સાંસદ સની દેઓલ પણ પહેલા કાફલા સાથે જશે. પંજાબના મુખ્યમંત્રી કાર્યાલયે આ જાણકારી આપી છે. સામાન્ય લોકો માટે કરતારપુર કોરિડોર 10 નવેમ્બરથી શરૂ થશે.