ઇમરાન ખાને કરતારપુર કૉરિડોરની મનમોહક તસવીરો કરી શેર, કહ્યું- શીખ શ્રદ્ધાળુઓના સ્વાગત માટે તૈયાર
ભારતીય શીખ શ્રદ્ધાળુઓ માટે 9 નવેમ્બરે કરતારપુર કોરિડોર ખોલવામાં આવશે. તે પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આજે કરતારપુર કૉરિડોરની મનમોહક તસવીરો શેર કરી છે. સાથે તેમણે લખ્યું કે કરતારપુર શીખ શ્રદ્ઘાળુઓના સ્વાગત માટે તૈયાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇમરાને ગુરુદ્વારા દરબાર સાહિબની તસવીરો શેર કરીને લખ્યું કે, “ગુરુ નાનકજીના 550માં જન્મોત્સવ સમારોહ માટે રેકોર્ડ સમયમાં કરતારપુરને તૈયાર કરવા બદલ સરકારને અભિનંદન આપવા માંગું છું. ”
ભારત અને પાકિસ્તાન વચ્ચે ગત સપ્તાહમાં કરતારપુર કોરિડોરને લઈને સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જેના પ્રમાણે તમામ ભારતીય તીર્થયાત્રીઓ વિઝા વગર ગુરુદ્વારા દરબાર સાહિબના દર્શન કરી શકશે. કાશ્મીરને લઈને બન્ને દેશો વચ્ચેના તણાવ વચ્ચે આ સમજૂતી પર હસ્તાક્ષર થયા છે.
શીધ ધર્મના સંસ્થાપર ગુરુ નાનક દેવે પાકિસ્તાનના કરતારપુરમાં રાવી નદી કિનારે સ્થિત દરબાર સાહિબ ગુરુદ્વારામાં પોતાના જીવનના અંતિમ 18 વર્ષ વિતાવ્યા હતા.
સમજૂતી પ્રમાણે રોજ 5 હજાર તીર્થ યાત્રીઓ દરબાર સાહિબ ગુરુદ્વારના દર્શન કરી શકેશ. પાકિસ્તાને ઇમિગ્રેશન સેન્ટર ઝીરો લાઈનથી 250-300 મીટર દુર બનાવ્યું છે. ત્યાંથી યાત્રીઓને જવા માટે બસો પણ મુકાવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -