નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે અરૂણાચલમાં ફરીથી કોંગ્રેસ સરકારને બહાલ કરવાનો આદેશ આપીને કેંદ્રને ઝાટકો આપ્યો છે. આ નિર્ણય પર કોંગ્રેસ નેતાઓએ ખુશી વ્યક્ત કરી છે અને બીજેપીને માફી માંગવા માટે કહ્યું છે. કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ કહ્યું કે દેશમાં રાજ્યપાલ સંધના કાર્યકર્તાની જેમ કામ કરી રહ્યું છે.
રાશિદે એક ઈંટરવ્યૂ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, બીજેપી જોર જબરદસ્તીથી રાજનીતિ કરે છે. બીજી પાર્ટીઓના ધારાસભ્યોને બીજેપીમાં સમાવેશ કરવામાં આવ્યા છે. રાશિદે કહ્યું કે, સુપ્રિમ કોર્ટનો નિર્ણય લોકતંત્રની જીત છે. રાજ્યપાલ કેંદ્રના ઈશારે કામ કરી રહી ચે. કેંદ્ર સરકારે દેશમાં એવી હાલત ઉભી કરી છે જેનાથી લોકતંત્રમાં ખતરો ઉભો થયો છે.
કોંગ્રેસ પ્રવક્તા રણદીય સુરજેવાલાએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી હવે નરેંદ્ર મોદી અને અમિત શાહને કોંગ્રેસની માફી માંગવી જોઈએ. બીજી બાજુ બીજેપી નેતા અને અરૂણાચલમાં પાર્ટી પ્રભારી સુધાંશુ મિત્તલે કહ્યું હતું કે, રાજ્યમાં કોંગ્રેસની પાસે બહુમતી નથી. 16 લોકોની સાથે કોંગ્રેસ સરકાર સરકાર કેવી રીતે બનાવી શકે છે. મિત્તલે કહ્યું કે, અલ્પમતમાં હોવાના કારણે કોંગ્રેસને રાજ્યમાં સરકારમાં બની રહેવાનો કોઈ હક્ક નથી.
સુપ્રીમ કોર્ટના નિર્ણય પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેંદ્ર સરકાર ઉપર નિશાન સાંધ્યું છે. કેજરીવાલે કહ્યું કે, પીએમ મોદી તાનાશાહની જેમ કામ કરી રહ્યા છે. પહેલા ઉત્તરાખંડ અને હવે અરૂણાચલમાં મોદી સરકારને ફટકો પડ્યો છે. કેજરીવાલે કહ્યું કે તેમને આશા છે કે કેંદ્ર સરકાર હવે તેનાથી શિખ મેળવશે. જનતંત્રને ચાલવા દેશે. કેજરીવાલે કહ્યું કે, કેંદ્ર સરકાર પાર્ટીઓને તોડવાનું અને રાષ્ટ્રપતિ શાસન લગાવવાની નાપાક કોશિશ કરી રહ્યું છે. પરંતુ સુપ્રિમ કોર્ટના નિર્ણય પછી તેમને આશા છે કે હવે દિલ્હી સરકારને પણ ચાલવા દેશે.