નોંધનીય છે કે, દેશની રાજધાની દિલ્હી વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાંનું એક છે. જે હવે ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગયું છે. દિલ્લીની જ્યાં કોરોના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે બેગણી, ત્રણ ગણી અને ચાર ગણી ગતિથી વધી રહી છે.
અહિંયા કેટલાક લોકોની ભૂલ સજા દરેક જનતાને ભોગવવી પડી રહી છે. દિલ્લીના વિવિધ વિસ્તારમાં છેલ્લા અમુક દિવસોમાં પ્રદુષણ વધી ગયું છે કે, આનંદવિહારમાં એયર ક્વોલિટી ઈન્ડેક્સ 451થી વધી 881 થયો, દ્વારકામાં 430થી વધી 896 થયો તો ગાઝિયાબાદમાં 456થી વધીને 999 પર પહોંચી ચુક્યો છે.
રાત્રે 12 વાગ્યે દિલ્લીના આર કે આશ્રમ અને મધર ડેરી વિસ્તારમાં પણ એયર ક્વોલિટી ઈન્ડેક્સ 999 નોંધાયો છે. જો એયર ક્વોલિટી ઈન્ડેક્સ 400થી વધી જાય તો તે શ્વાસની બિમારી ધરાવતા લોકો માટે ખૂબ ખતરનાક છે. તો સતત વધતા પ્રદુષણને કારણે વિઝિબિલીટી ઘટતા અકસ્માત થવાની પણ ભીતિ છે. ત્યારે દિલ્લીના અનેક વિસ્તારમાં કોરોનાકાળ વચ્ચે આ પ્રદુષણ ચરમસીમાએ હોવાથી ભયાવહ સ્થિતી પેદા થશે.