વાયરલ મેસેજમાં લખવામાં આવ્યું છે તે અનુસાર પોન્ડિચેરી યૂનિવર્સિટીના રામૂ નામના ભારતીય વિદ્યાર્થીએ કોવિડ-19ની એક ઘરગથ્થુ સારવાર શોધી લીધી છે. તેને ડબલ્યૂએચઓએ સ્વીકારી પણ લીધી છે. રામૂએ સાબિત કર્યું છે કે, સતત 5 દિવસ સુધી 2 ટેબલ સ્પૂન મધ અને આદૂના રસમાં 1 મોટી ચમચી મરી પાવડર મેળવીને કોરોનાનો પ્રભાવ ઓછો કરી શકાય છે. સમગ્ર વિશ્વના આ સારવારને સ્વીકારવામાં આવીછે. અંતે એક સારા સમચાાર 2020માં. મહેરબાની કરીને તમામ મિત્રો સાથે આ જાણકારી શેર કરો.
જો કે આ અહેવાલની સત્યતતા ચકાસતા ખબર પડી છે કે આ અહેવાલ સંપૂર્ણ ફેક છે. ગૂગલમાં સર્ચ કરવા પર પણ આવા કોઈ સમાચાર સામે આવ્યા નથી. એટલું જ નહીં પણ ભારત સરકારની પીઆઈબી ફેક્ટ ચેકે પણ આ અહેવાલને ફગાવી દીધા છે. પીઆઈબી ફેક્ટ ચેકના ટ્વિટર હેન્ડલ પર આ અહેવાલને ફેક ગણાવવામાં આવ્યો છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, આ અહેવાલ ફેક. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આવી કોઈ સારવારને માન્યતા આપી નથી.