નવી દિલ્હીઃ હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત દિલ્હી, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ગોવા, આંધ્ર પ્રદેશ, તેલંગાણામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હિમાચલ પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશામાં ભારે વરસાદ પડી શકે છે.

દિલ્હી

દિલ્હીમાં આજ સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે દિલ્હીમાં ભારે વરસાદ પડી શકે છે.



ગુજરાત

ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી આવી છે. હવમાન વિભાગ અનુસાર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં તો દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. 14 અને 15 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો શુક્રવારે સુરત, નવસારી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, તાપી, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.

મધ્યપ્રદેશ

હવામાન વિભાગે મધ્યપ્રદેશમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ભોપાલ, ગ્વાલિયર, પન્ના, વિદિશા, છતરપુર, શ્યોપુર સહિત ઉજ્જૈનમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

ઉત્તરાખંડ

ઉત્તરાખંડમાં હવામાન વિભાગે 17 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઋષિકેશમાં ગંગા ભયજનક સપાટી વટાવી ગઈ છે. હવામાન વિભાગે લોકોને જરૂર હોય તો જ બહાર નીકળવા જણાવ્યું છે.



રાજસ્થાન

રાજસ્થાનમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. ભરતપુર, ભીલવાડા, બૂંદી, દૌસા, ધૌલપુર, કરૌલી, કોટા, રાજસમંદ અને ઉદયપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે  આશરે બે ડઝન જિલ્લામાં મધ્યમ વરસાદ પડી શકે છે.

H-1B વીઝા ધારકો માટે ખુશખબર, અમેરિકાએ શરતો સાથે પાછા ફરવાની આપી મંજૂરી, જાણો વિગતે