શિવસેનાના ડઝનથી વધારે ધારાસભ્યોનું માનવું છે કે, તેમના ફાળે ઓછા મહત્વના ખાતા આવ્યા છે. જ્યારે સારા ખાતા એનસીપી અને કોંગ્રેસને મળ્યા છે. ગૃહ, રેવન્યૂ, હાઉસિંગ, પબ્લિક વર્ક અને વોટર રિસોર્સ જેવા મહત્વના ખાતા એનસીપી અને કોંગ્રેસના ફાળે ગયા છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 28 નવેમ્બરે સીએમ પદના શપથ લીધા હતા. તેમની સાથે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના બે-બે નેતાએ મંત્રીપદના શપથ ગ્રહણ કર્યા હતા. આશરે એક મહિના બાદ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું.
મંત્રી મંડળના વિસ્તરણ બાદ વિભાગોની ફાળવણી નહોતી થઈ શકી. કોંગ્રેસના ઘણા નેતા મંત્રી પદ ન મળવાથી નારાજ હતા, જેના કારણે ખાતાની ફાળવણીમાં વિલંબ થયો હતો.
બિગ બેશ લીગઃ ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડીએ મેદાન પર સાથી ખેલાડીને આપી ગાળને પછી.........
…જો વિંગ કમાંડર અભિનંદન પાસે રાફેલ હોત તો પરિણામ અલગ જ હોતઃ પૂર્વ એર ચીફ માર્શલ
ખેડૂતો માટે માઠા સમાચાર, વાતાવરણમાં ફરી આવશે પલટો, જાણો રાજ્યમાં કઈ જગ્યાએ પડશે વરસાદ