નવી દિલ્હીઃ દેશમાં હવે સૂર્યાસ્ત બાદ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરી શકાશે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે જાણકારી આપી હતી કે સ્વાસ્થ્ય મંત્રાલયે નિર્ણય કર્યો હતો કે જે હોસ્પિટલ પાસે રાત્રે પોસ્ટમોર્ટમ કરવાની સુવિધા હશે તે હવે સૂર્યાસ્ત બાદ જ પોસ્ટમોર્ટમ કરી શકશે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે અંગ્રેજોના સમયની વ્યવસ્થા ખત્મ થઇ ગઇ છે.


નવા પ્રોટોકોલમાં કહેવામાં આવ્યું છે કે અંગદાન માટે પોસ્ટમોર્ટમ પ્રાથમિકતાના આધાર પર કરવામાં આવવું જોઇએ અને સૂર્યાસ્ત બાદ જ એ હોસ્પિટલમાં કરવામાં આવે જે હોસ્પિટલો પાસે નિયમિત આધાર પર આ પ્રકારના પોસ્ટમોર્ટમ કરવા માટે પ્રાથમિક સુવિધાઓ છે. પોતાના આ નિર્ણયમાં સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે કોઇ પણ શંકા દૂર કરવા અને કાયદાકીય હેતુ માટે રાત્રે તમામ પોસ્ટમોર્ટમ માટે પોસ્ટમોર્ટમની વીડિયો રેકોર્ડિગ પણ કરવામાં આવવી જોઇએ.


કેન્દ્ર સરકારે આ વાતની જાણકારી આપી હતી કે ક્યા મૃતદેહોનું રાત્રે પોસ્ટમોર્ટમ કરવું જોઇએ નહીં. નિર્ણય અનુસાર જ્યાં સુધી કાયદાકીય વ્યવસ્થાની સ્થિતિ ના હોય ત્યાં સુધી હત્યા, આત્મહત્યા, બળાત્કાર, ક્ષતૃવિક્ષત મૃતદેહ, જેવી કેટેગરી હેઠળ રાત્રે પોસ્ટમોર્ટમ કરવું જોઇએ નહીં. સરકારે પોતાના આ નિર્ણય અંગે તમામ સંબંધિત મંત્રાલયો અને વિભાગો, રાજ્ય સરકારોને જણાવી દેવામા આવ્યું છે.


આ સંબંધમાં એક સૂત્રએ કહ્યું કે તાજેતરમાં જ કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળ આવનારા ડિરેક્ટોરેટ જનરલ ઑફ હેલ્થ સર્વિસીસમાં એક ટેકનિકલ સમિતિ દ્ધારા સૂર્યાસ્ત બાદ પોસ્ટમોર્ટમ સંબંધિત મુદ્દાની તપાસ કરી છે. બેઠક દરમિયાન ચર્ચા કરાઇ હતી કે કેટલીક હોસ્પિટલમાં અગાઉથી જ રાત્રે પોસ્ટમોર્ટમ કરી રહ્યા છે.


 


હવે અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ ઇંડા-નોનવેજની લારીઓ નહીં ઊભી રાખી શકાય?


વડોદરા સામૂહિક બળાત્કાર કેસઃ ક્રાઇમ બ્રાંચે 2 શખ્સોની કરી અટકાયત, સમગ્ર રહસ્ય પરથી ઉંચકાઈ શકે છે પડદો


Hardik Pandya News: એરપોર્ટ પર હાર્દિક પંડ્યાની ઘડિયાળ કસ્ટમ વિભાગે કરી જપ્ત, કિંમત સાંભળીને આંખો પહોળી થઈ જશે