દેહરાદૂનમાં પટેલનગર પોલીસે દેહરાખાસની ટીએચટીસી કોલોનીમાં એક ફ્લેટમાં ઘણા લાંબા સમયથી ચાલતા દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યોછે. પોલીસે 11 મહિલા અને ત્રણ પુરુષોની ધરપકડ કરી છે. મહિલાઓને ભૂટાન, બાંગ્લાદેશ સહિત વિવિધ રાજ્યોમાંથી બોલાવીને હોટલ, પર્યટન સ્થળોમાં મોકલવામાં આવતી હતી. ફ્લેટમાંથી પોલીસને મોટી માત્રામાં આપત્તિજનક સામાન પણ મળ્યો છે.
રૂમમાંથી બે મહિલા અને બે પુરુષ કઢંગી હાલતમાં ઝડપાયા
પોલીસને બાતમી મળી હતી કે, ટીએચડીસી કોલોનીના એક ફ્લેટમાં ઘણા લાંબા સમયથી અનૈતિક દેહ વ્યાપારનો ધંધો ચાલે છે. જે બાદ પોલીસે એક ટીમ બનાવીને ફ્લેટ પર દરોડો પાડ્યો. જેમાં એક રૂમમાં બે મહિલા તથા બે પુરુષ આપત્તિજનક સ્થિતિમાં મળી આવ્યા હતા. અન્ય રૂમ ખોલવામાં આવ્યો તેમાં છ મહિલાઓ હતી.
મોટી માત્રામાં આપત્તિજનક સામગ્રી પણ મળી
પૂછપરછમાં સંચાલક રાજીવે જણાવ્યું કે, તેમણે આ ફ્લેટ ભાડા પર લીધો હતો. પકડાયેલી મહિલાઓએ તેઓ અલગ અલર રાજ્યોમાંથી દેહ વ્યાપાર માટે દેહરાદૂન આવી હોવાનું જણાવ્યું હતું. સંચાલકના કહેવા પર ગ્રાહકો સાથે ફ્લેટ સહિત અલગ અલગ હોટલમાં જતી હતી. ગ્રાહકો પાસેથી જે રકમ મળતી તેની અડધી રકમ સંચાલક લઈ લેતો હતો. સંચાલક જ ગ્રાહક સાથે ભાવ તાલ કરતો હતો. પોલીસને ફ્લેટ પરથી મોટી માત્રામાં આપત્તિજનક સામગ્રી, એક લેપટોપ, મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા.
ભૂટાન, બાંગ્લાદેશ સહિત કયાંથી બોલાવાતી છોકરીઓ
પોલીસના કહેવા પ્રમાણે, સંચાલક રાજીવે ટેએચડીસી કોલોનીમાં ભાડેથી ફ્લેટ લીધો હતો. તે ભૂટાન, બાંગ્લાદેશની સાથે ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, દિલ્હીમાંથી છોકરીઓ બોલાવતો હતો. જેને દેહરાદૂનના પર્યટન સ્થળ, હોટલ તથા અન્ય રાજ્યોમાં દેહ વ્યાપાર માટે મોકલતો હતો.
કેવી રીતે ચાલતું હતું નેટવર્ક
ઈન્સ્પેક્ટર દેવેન્દ્ર સિંહ ચૌહાણે કહ્યું, ગ્રાહકોનો સંપર્ક કરવા સંચાલે દૂન સ્કોટ સર્વિસની લિંક અને નંબર વેબસાઇટ સ્કોકા ડોટ કોમ પર આપી હતી. ગ્રાહકોને તે ફ્લેટની સાથે હોટલમાં મોટી રકમ લઈને છોકરીઓ સપ્લાઈ કરતો હતો.