ગોરખપુર: ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં બીજેપી લધુમતી મોર્ચોના એક પોસ્ટરમાં જાહેર કરી રાજકારણ ગરમાયું છે. લધુમતી મોર્ચોના બીજેપીના એક પોસ્ટર જાહેર કરી બીજેપી સાંસદ યોગી આદિત્યનાથને યૂપીના જાદુગર બતાવ્યા છે. તો બીજી બાજુ ગાંધી અને શીલા દીક્ષિતને ગધેડા સાથે સરખાવ્યા છે.
બીજેપી લઘુમતી મોર્ચાના કાર્યકર્તાઓએ કોંગ્રેસ વિરુદ્ધ પ્રદર્શન કરીને એક પોસ્ટર જાહેર કર્યું છે. પોસ્ટરમાં સૌથી ઉપર જમણી બાજુ કમળનું ફૂલ બનાવ્યું છે. તેના વચ્ચે ‘લક્ષ્ય 2017’ લખવામાં આવ્યું છે. પોસ્ટરમાં ડાબી બાજુ યોગી આદિત્યનાથને યૂપીના ‘જાદુગર’ બતાવ્યા છે. તેના નીચે અબકી બાર યોગી સરકાર અને ગત કેંદ્રની કોંગ્રેસ સરકારમાં 60 વર્ષ બેહાલનું સૂત્ર લખવામાં આવ્યુ છે.
મોર્ચોએ પોસ્ટરમાં રાહુલ ગાંધી અને શીલા દીક્ષિતને ગધેડા સાથે દેખાડવામાં આવ્યા છે. તેમના નીચે જમણી બાજુ યોગી આદિત્યનાથને જાદુગરની વેશભૂષામાં દેખાડવામાં આવ્યા છે. ત્યાં એક સૂત્ર લખવામાં આવ્યું છે કે યોદીજી પોતાના રાજકીય જાદુથી યૂપીની તસવીર બદલી નાખશે.