નવી દિલ્હીઃ ડુંગળીની વધતી કિંમતથી માત્ર આમ આદમી જ પરેશાન નથી પરંતુ હોટલ અને અને રેસ્ટોરાં માલિક પણ પરેશાન છે. મોંઘી ડુંગળીને કારણે રેસ્ટોરાં પણ હવે તે જોવા નથી મળતી. રેસ્ટોરાંના રસોડાથી લઈને સલાડની પ્લેટમાંથી ડુંગળી ગાયબ થઈ ગઈ છે. રેસ્ટોરાં માલિક દરવાજા પર પોસ્ટર લગાવીને કહી રહ્યા છે કે- ડુંગળી માગીને શરમાવશો નહીં. જણાવીએ કે, વારાણસીમાં આજકાલ ડુંગળી 100 રૂપિયા પ્રતિ કિલો મળી રહી છે.




વારાણસીની એક રેસ્ટોરાંએ પોતાના ગ્રાહકોને અપીલ કરતા પોસ્ટર લગાવ્યા છે. એમાં લખ્યું છે- ‘મહેરબાની કરને ડુંગળી માગીને શરમાવશો નહીં.’ સાથે બીજુ પોસ્ટર પણ લગાવ્યું છે જેમાં લખ્યું છે- ‘ડુંગળીની જગ્યાએ મૂળાથી કામ ચલાવો.’રેસ્ટોરાં માલિકનું કહેવું છે કે, ડુંગળીની વધતી જતી કિંમતને કારણે અમે ડુંઘલીનો ઉપયોગ ઓછો કરી દીધો છે. શાકભાજીમાં ગ્રેવી પણ ડુંગળી-લસણની જગ્યાએ કાજુથી તૈયાર કરવામાં આવી રહી છે.



જોકે છેલ્લા એક બે દિવસમાં ડુંગળની કિંમત ઘટી છે. લોકોને આશા છે કે આગળ પણ ભાવમાં ઘટાડો જોવા મળશે અને તેમની થાળીમાં ડુંગળી ફરી જોવા મળશે. આવાનારા દિવસોમાં ડુંગળીની વધતી કિંમતમાં રાહત મળી શકે છે.

ઉપભોક્તા મંત્રાલયના સૂત્રો અનુસાર, 15 ડિસેમ્બર બાદ આયત કરવામાં આવેલ ડુંગળી બજારમાં આવવા લાગશે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ડુંગળીના નવા પાકની આવક શરુ થઈ જશે. ઉપરાંત સરકારે MMTC દ્વારા 30,000 મેટ્રિક ટન ડુંગળીની આયાત કરવાનો નિર્ણય કર્યો હતો, જેની આવક 27 ડિસેમ્બરથી શરૂ થઈ જશે.