નવી દિલ્હીઃ ભારતમાં વધી રહેલા કોરોનાના કહેરને અટકાવવા માટે હવે વિવિધ કંપનીઓ પણ સામે આવી છે, હાલમાં જ બેગ્લુંરુની કંપની Practoએ એક ખાસ સર્વિસ શરૂ કરી છે. જે પ્રમાણે તે કોરોના વાયરસનો ઓનલાઇન ટેસ્ટિંગ કરશે.
Practo કંપની આ ટેસ્ટ કરાવવા માટે ઓનલાઇન બુકિંગની સુવિધા આપી રહી છે, કંપનીએ આની જાહેરાત પણ કરી દીધી છે. પ્રેક્ટોએ ડાયગ્નૉસ્ટિક લેબ ચેન થાયરોકેરની સાથે પાર્ટનરશીપ પણ કરી છે.
Practo અને Thyrocare સાથે મળીને વાયરસની તપાસ કરી રહી છે. Practoએ બ્લૉગ મારફતે જણાવ્યુ કે આ ટેસ્ટ માટે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન, ફિઝીશિયન દ્વારા અટેસ્ટેટ કરવામાં આવેલા ટેસ્ટ રિક્વિઝિશન ફોર્મ અને એક આઇડી પ્રૂફની જરૂર પડશે.
આ ટેસ્ટ કરાવવા માટે તમારે 4500 રૂપિયા આપવા પડશે, હાલ આ સર્વિસને મુંબઇમાં શરૂ કરવામાં આવી છે. પણ બહુ જલ્દી દેશભરમાં શરૂ કરવામાં આવશે. કૉવિડ-19ની બુકિંગ કરાવવા માટે Practo કે Thyrocareની વેબસાઇટ પર વિઝીટ કરી શકો છો.
ભારતમાં આ કંપનીએ શરૂ કરી કોરોના વાયરસના ઓનલાઇન ટેસ્ટ માટેની સર્વિસ, જાણો કેટલા રૂપિયા ચૂકવવા પડશે?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Mar 2020 11:09 AM (IST)
Practo કંપની આ ટેસ્ટ કરાવવા માટે ઓનલાઇન બુકિંગની સુવિધા આપી રહી છે, કંપનીએ આની જાહેરાત પણ કરી દીધી છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -