PM Gramin Awas Yojana 2021: જો તમારી પાસે પોતાનું ઘર નથી અને તમે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો કેન્દ્ર સરકાર તમને ખરીદવામાં મદદ કરશે. મોદી સરકાર તરફથી દેશના ગ્રામીણ લોકો માટે એક ખાસ યોજના શરૂ કરી છે જે હેઠળ તમે પોતાનું ઘર ખરીદી શકો છો અને આ માટે સરકાર તમને આર્થિક મદદ કરશે. PMAY હેઠળ નબળા વર્ગના લોકોને પાકુ ઘર બનાવવા માટે સીધા બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે.


નોંધનીય છે કે આ યોજના હેઠળ પ્રથમવાર ઘર ખરીદનારા લોકોને સરાર ક્રેડિટ લિંક્ડ સબસિડીનો ફાયદો મળે છે. જેનો અર્થ એ થયો કે ઘર ખરીદનારા લોકોને હોમ લોન પર વ્યાજ સબસિડીની સુવિધા આપવામાં આવે છે.


કોને મળશે ફાયદો?


-આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો ફાયદો મળશે.


-તે સિવાય મહિલાઓ કોઇ પણ જાતિ અથવા ધર્મની હશે તેનો ફાયદો મળશે.


-મધ્યમ વર્ગ-1


-મધ્યમ વર્ગ-2


-અનુસૂચિત જાતિ


-અનુસૂચિત જનજાતિ


-ઓછી આવક ધરાવતા લોકો


 


ક્યા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે


-આધાર કાર્ડ


-ઓળખ પત્ર


-અરજીકર્તાનું બેન્ક એકાઉન્ટ. આ એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક હોવું જોઇએ.


-મોબાઇલ નંબર


-પાસપોર્ટ સાઇઝ ફોટો


 


કોને કેટલા રૂપિયાનો ફાયદો મળશે?


 


-3 લાખ સુધી વાર્ષિક આવક ધરાવતા EWS સેક્શન 6.5 ટકા સબસિડી મળશે.


-3 લાખથી 6 લાખ વાર્ષિક આવક ધરાવતા લોકોને LIG 6.5 ટકા સબસિડી મળશે.


-છ લાખથી 12 લાખ વાર્ષિક આવક ધરાવતા લોકોને  MIG1 4 ટકા ક્રેડિટ લિંક સબસિડી મળશે.


-12 લાખથી 18 લાખ વાર્ષિક આવક ધરાવતા લોકોને MIG2 સેક્શનમાં 3 ટકા ક્રેડિટ લિંક સબસિડીનો લાભ મળે છે.


ગાંધીનગર બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદોઃ હવસખોરને ફટકારી આજીવન કેદની સજા


 


બે દિવસ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ગામોમાં પણ ભારે વરસાદ રહશે, હવામાન વિભાગની આગાહી


 


DGCA On International Flights: 15 ડિસેમ્બરથી નહીં શરૂ થાય આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ, Omicromના ખતરા વચ્ચે થયો ફેંસલો


 


ગુજરાત કોંગ્રેસની કમાન કયા દિગ્ગજ નેતાને સોંપાશે? કોણ બનશે વિપક્ષના નેતા?