નવી દિલ્હી: પ્રકાશ જાવડેકરે માનવ સંસાધન વિકાસ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો છે. કેંદ્રીય મંત્રીમંડળમાં રાજ્ય કક્ષાના મંત્રી બાદ કેબિનેટ મંત્રી બન્યા બાદ જાવડેકરે ચાર્જ સંભાળ્યો છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય સ્મૃતિ ઇરાની પાસેથી છીનવાતા પ્રકાશ જાવડેકરને માનવ સંસાધન વિકાસ મંત્રી બનાવાયા છે.
મહત્વનુ છે કે, સોમવારના રોજ અફ્રીકી દેશોના વિદેશ પ્રવાસ પહેલા નરેંદ્ર મોદીના કેંદ્રીય મંત્રી મંડળનું વિસ્તરણ થયુ હતું. જેમાં સ્મૃતિ ઇરાનીની જગ્યાએ પ્રકાશ જાવડેકરને પ્રમોશન આપીને માનવ સંસાધન વિકાસ મંત્રી બનાવ્યા છે. અને સ્મૃતિ ઇરાનીને ટેક્સટાઇલ મંત્રાલય આપવામાં આવ્યુ છે. ચાર્જ સંભાળતા જ જાવડેકરે કહ્યું હતું કે, નવી એજ્યુકેશન પોલિસી પર બધા રાજ્યો સાથે વાત કરવામાં આવશે. અમારા માટે શિક્ષણનું સ્તર સુધારવું એ મોટો પડકાર છે.