ભૂપેન હજારિકાને મરણોપરાંત સમ્માન મળ્યું. તેમના દિકરા તેજ હજારિકાએ પોતાના પિતા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે સમ્માન ગ્રહણ કર્યું. નાનાજી દેશમુખ તરફથી દીનદયાલ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના ચેરમેન વીરેંદ્રજીત સિંહે આ સમ્માન ગ્રહણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે 2017માં રાષ્ટ્રપતિ પદ પરથી નિવૃત થયેલા પ્રણવ મુખર્જીને ભારત રત્ન આપવાનો નિર્ણય ચોંકવનારો હતો. કારણ કે પ્રણવ મુખર્જીની ગણતરી કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં થાય છે, જેમણે પોતાના રાજકીય જીવન દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપની વિચારધારા સામે લડતા રહ્યા છે. પરંતુ, પ્રણવ મુખર્જીના પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સાથે સારા સંબંધો રહ્યા છે.