ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર હાલના દિવસોમાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસ(ટીએમસી) અને તમિલનાડુમાં ડીએમકેનું કામકાજ સંભાળી રહી છે.
આ પહેલા પ્રશાંત કિશોર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી માટે કામ કરી ચૂક્યા છે.
પશ્ચિમ બંગાળમાં તેમણે દાવો કર્યો છે કે ભાજપ બે આંકડામાં જ જીત મેળવશે. તેમણે રવિવારે ટ્વિટ કરી કહ્યું કે રાજ્યના લોકો ઈચ્છે છે કે તેમની બેટી સત્તામાં પરત આવે અને બે મેના ચૂંટણી પરિણામની જાહેરાત સાથે તેમના આ ટ્વિટને લોકો જોઈ શકે છે.
તેમણે ટ્વિટ કર્યું, ‘‘ભારતમાં લોકતંત્ર માટે એક મહત્વપૂર્ણ લડાઈ પશ્ચિમ બંગાળમાં લડવામાં આવશે અને બંગાળના લોકો પોતાનો સંદેશ આપવા માટે તૈયાર છે. 2 મે માટે મારા આ ટ્વિટને રાખજો.’’