Prashant Kishor Latest Interview: લોકસભામાં વિપક્ષના નેતા અને ઉત્તર પ્રદેશ (યુપી)ના રાયબરેલીથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી વિશે ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર (પીકે)એ એક મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે સામાન્ય ચૂંટણીમાં રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસને 99 બેઠકો મળી હોય, પરંતુ હજુ તેમનો રાજકીય માર્ગ ખૂબ લાંબો છે. તેમણે હજુ ઘણું આગળ અને ઉપર જવાનું છે. આ વાતો જન સુરાજના સ્થાપકે 'ઈન્ડિયા ટીવી'ના ઈન્ટરવ્યૂ શો 'આપ કી અદાલત' દરમિયાન કહી. ટીવી પત્રકાર રજત શર્મા સાથે પીકેએ કહ્યું, "કોંગ્રેસના પ્રદર્શનનો શ્રેય રાહુલ ગાંધીને મળવો જોઈએ."
રાહુલ ગાંધીનું પુનરાગમન (રાજકારણમાં મોટા કમબેકના સંદર્ભમાં) પણ થશે? ઈન્ટરવ્યૂ દરમિયાન આ પ્રશ્ન પર ચૂંટણી વ્યૂહરચનાકારે જણાવ્યું, "જુઓ, જ્યારે કોઈ પક્ષનું પુનરાગમન થયું હોય, ત્યારે તેને શ્રેય મળવો જોઈએ. તેમના નેતૃત્વ હેઠળ પાર્ટીએ લડત આપી અને તેને 99 બેઠકો મળી ત્યારે રાહુલ ગાંધીને તેનો શ્રેય આપવો જોઈએ." જોકે, પીકેએ આ દરમિયાન એક મહત્વપૂર્ણ મુદ્દા પર ભાર મૂક્યો અને કહ્યું કે જ્યારે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હાર થઈ ત્યારે 154 બેઠકો (1977માં) મળી હતી અને રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ જ્યારે કોંગ્રેસની સૌથી મોટી જીત થઈ ત્યારે તેને 99 બેઠકો મળી છે. આ દર્શાવે છે કે એક નેતા તરીકે રાહુલ ગાંધીએ હજુ ઘણું આગળ જવાનું છે."
ભારતના PM બની શકશે રાહુલ ગાંધી? પીકેએ આપ્યો આ જવાબ
શ્રોતાઓમાંથી એક વ્યક્તિ દ્વારા પૂછવામાં આવ્યું કે શું રાહુલ ગાંધી આવનારા સમયમાં ભારતનું નેતૃત્વ કરશે અને વડાપ્રધાન બનશે? પીકેએ જવાબ આપ્યો, "તેઓ કોંગ્રેસના નેતા જરૂર છે. આ સામાન્ય ચૂંટણીએ તેમને કોંગ્રેસના નેતા તરીકે જરૂર સ્થાપિત કર્યા છે. આગામી પાંચ દસ વર્ષ સુધી કોઈ નહીં કહે કે તેમના સિવાય બીજો કોઈ નેતા છે, પરંતુ દેશના નેતા તરીકે તેઓ ઉભરી આવ્યા છે કે નહીં? આ વાત માટે હજુ સમય છે, ઘણો સમય છે. 99 બેઠકો મેળવવી એક વાત છે અને 250 કે 260 બેઠકો જીતવી બીજી વાત છે."
સામાન્ય ચૂંટણી 2024માં કોંગ્રેસ બેઠકોની દૃષ્ટિએ બીજા નંબરની પાર્ટી બની હતી. તેને 99 બેઠકો મળી હતી, જ્યારે રાહુલ ગાંધી બે જગ્યાએથી ચૂંટણી લડ્યા હતા. આમાં એક બેઠક કેરળની વાયનાડ હતી અને બીજું મતદાર ક્ષેત્ર યુપીની રાયબરેલી બેઠક છે. તેમણે બંને જગ્યાએથી જીત મેળવી હતી અને પછી નિયમોને કારણે તેમણે એક બેઠક છોડવી પડી હતી, જેમાં તેમણે વાયનાડ છોડી હતી.'
આ પણ વાંચોઃ
મંકીપોક્સથી અત્યાર સુધીમાં કેટલા લોકોનાં મોત થયાં છે? જાણો આ કેટલું ખતરનાક છે