બિહારના સૂચના અને જનસંપર્ક વિભાગના મંત્રી નીરજ કુમારે જણાવ્યું કે આ બેઠકમાં સંસદ સભ્યો, ધારાસભ્યો, વિધાનસ પરિષદ, સંગઠન પ્રભારી, જિલ્લા અધ્યક્ષ, વિધાનસભા પ્રભારીને બોલાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું આ બેઠકમાં નીતીશ કુમાર પણ સામેલ થશે.
આ બેઠકમાં પ્રશાંત કિશોરને આમંત્રણ નથી આપવામાં આવ્યું. જેડીયૂના એક નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું આ બેઠકમાં પ્રશાંત કિશોર સામેલ નહી થાય. છેલ્લા ઘણા દિવસોથી પ્રશાંત કિશોરની ટીપ્પણીઓને લઈને પાર્ટી મુશ્કેલીનો સામનો કરી રહી છે. સૂત્રોની જાણકારી મુજબ નીતીશ કુમાર પણ પ્રશાંત કિશોરથી નારાજ છે. એવામાં પ્રશાંત કિશોરને હવે પાર્ટી બહારનો રસ્તો બતાવી શકે છે.
પ્રશાંત કિશોરને દિલ્હી વિધાનસભા ચૂંટણીના સ્ટાર પ્રચારકોની યાદીમાં પણ સ્થાન નથી આપવામાં આવ્યું. પ્રશાંત કિશોર સીએએ અને એનઆરસીની વિરૂદ્ધમાં સતત નિવેદનો આપી રહ્યા છે. પ્રશાંત કિશોર અમિત શાહથી લઈને સુશિલ મોદી સુધીના નેતાઓને નિશાના પર લઈ રહ્યા છે.