નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ વાપસી માટે પ્રયાસ કરી રહી છે. જેના પ્રયાસરૂપે જ્યાથી રથયાત્રા શરૂ કરવામાં આવી હતી, ત્યાં રાહુલ ગાંધીની રેલી યોજાઈ હતી. પરંતુ હાલની સ્થિતિ સરળ જણાતી નથી. જ્યારે સોનિયા ગાંધીએ બસ યાત્રાને રવાના કરી તો કોંગ્રેસ કાર્યાલયમાં માત્ર 400 લોકો હાજર હતા. જ્યાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર શીલા દીક્ષિત દિલ્હીની સીમામાંથી બહાર નીકળ્યા પહેલા બીમાર પડી ગયા હતા. જેના લીધે તાત્કાલિક ડૉક્ટરને બોલાવવામાં આવ્યા અને દીક્ષિતને બસમાંથી ઉતારવામાં આવ્યા હતા.
આ ગડબડી માટે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર ઉપર દોષનો ટોપલો ઢોળવામાં આવ્યો છે. હાલ એવું માનવામાં આવે છે કે યૂપીમાં કોંગ્રેસને સંગઠિત કરવા માટે કિશોરનું મન લાગી રહ્યું નથી. વ્યંગ્યાત્મક રૂપથી અમુક લોકો કહી રહ્યા છે કે પ્રશાંત કિશોર કોંગ્રેસનો સાથ છોડવા માંગે છે. બીજી બાજુ, બિહારના સીએમ નીતીશ કુમારે કોંગ્રેસના મુખ્ય નેતાઓને ફરિયાદ કરી છે કે કિશોરને બિહારમાં કેબિનેટ રેંકની પોસ્ટ ઓફર કરવામાં આવી છે પરંતુ તેમને અત્યાર સુધી કોઈ આઈડિયા આપ્યો નથી. ઉલ્લેખનીય છે કે પ્રશાંત કિશોરે બિહારમાં મહાગઠબંધન માટે ચૂંટણી રણનીતિ બનાવી હતી.