Coronavirus:કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગત શુક્રવારે કહ્યું હતું કે, ગર્ભવતી મહિલા કોરોના વેક્સિન લઇ શકે છે. ગર્ભવતી મહિલાઓએ પણ કોરોનાની વેક્સિન લેવી જોઇએ.
ગર્ભવતી મહિલાના વેક્સિનનેશનને લઇને સ્પેન્સશને સરકારે ખતમ કરી દીધું છે. સરકારે શુક્રવારે કહ્યું કે, કોવિન પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે અથવા તો સીધા જ વેક્સિનેશન સેન્ટર પર પહોંચીને વેક્સિન લઇ શકે છે. આ સાથે સરકારે સ્પષ્ટતા કરી છે કે, તેમણે રાજ્ય સરકારોને આ સંબંઘિત નિયમ અને પ્રક્રિયાઓની માહિતી આપી દીધી છે.
કોરોનાના કારણે ગર્ભવતી મહિલા અને બાળકોને લઇને એક ચિંતા હતી. પહેલા ગર્ભવતી મહિલા માટે વેક્સિનેશનની મનાઇ હતી. જો કે આ માટે સરકારીએ હવે નવી ગાઇડલાઇન રજૂ કરતા ગર્ભવતી મહિનાને વેક્સિન લેવા માટે લીલી ઝંડી આપી છે.
ગત મહિને સ્તનપાન કરાવતી મહિલાને પણ વેક્સિન માટે છૂટ અપાઇ હતી પરંતુ ગર્ભવતી મહિલાના વેક્સિનેશન માટે પ્રશ્નાર્થ હતો. સરકારે આ મુદ્દે સ્પષ્ટતા કરતા કહયું કે. આ મુદ્દે યોગ્ય ડેટા સરકાર પાસે ન હતા જેથી આ મુદે કોઇ નિર્ણય લેવાાયો ન હતો. કારણ કે રસીને ટ્રાયલમાં સામાન્ય રીતે ગર્ભવતી મહિલાઓને સામેલ ન હતી કરાઇ.
ગત સપ્તાહ 4 એજન્સી એએનઆઇએ આઇસીએમઆરના મહાનિર્દેશક બલરામ ભાર્ગવનો હવાલો આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, 'કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ગાઇડલાઇન પ્રસ્તુત કરી છે કે, ગર્ભવતી મહિલાઓ વે્ક્સિન લઇ શકે છે. ગર્ભવતી મહિલાઓ માટે વેક્સિનેશન એનટીએજીઆઇ એટલે કે રસીકરણ પર રાષ્ટ્રીય ટેકનોલોજી સલાહકાર સમૂહ દ્રારા મેમાં ચર્ચા કરવામાં આવેલ વિષયોમાંથી એક હતો.
ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત છઠ્ઠા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 44,111 નવા કેસ આવ્યા હતા અને 52,477 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 738 સંક્રમિતોના મોત થયા હતા.
દેશમાં સતત 51મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે.2 જુલાઈ સુધી દેશભરમાં 34 કરોડ 46 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 57 લાખ 60 હજાર લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 41 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 19 લાખથી વધુ જેટલા કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવીટી રેટ અંદાજે 3 ટકા કરતાં વધારે હતો.