નવી દિલ્હી: રાફેલ ડિલને લઈને ચારે તરફથી ઘેરાયલી સરકારે હવે આ મુદ્દે વિપક્ષને જવાબ આપવાની તૈયારી કરી લીધી છે. બુધવારે મંત્રીપરિષદની એક બેઠકમાં રાફેલ પર એક પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. જેમાં એનડીએની ડીલ ટોપ મોડલ અને યૂપીએની ડીલ બેઝિક ગણાવી હતી. આ પ્રેઝન્ટેશનમાં મંત્રીઓને રાફેલ ડીલ પર જવાબ આપવાના તર્ક સમજાવવામાં આવ્યા હતા. સરકારે રાફેલ મુદ્દે કૉંગ્રેસ તથ્યો સાથે જવાબ આપવા કહ્યું છે. રાફેલ ડીલ સિવાય મહાત્મા ગાંધીની 150મીં જયંતી, આયુષ્માન ભારત અને સ્વચ્છતા મિશન પર પણ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું.
પ્રેઝન્ટેશન દરમિયાન રાફેલ ડીલને સમજાવવા માટે એક કારનું ઉદાહરણ આપવામાં આવ્યું. જેવી રીતે કારના બેઝિક મૉડલ અને ટૉપ મૉડલ વચ્ચે જે અંતર હોય છે તે અંતર રાફેલ વિમાનના બેઝિક મૉડલ અને ટૉપ મૉડલમાં અંતર છે. જેવી રીતે એક કારના બેઝિક મોડલ અને ટોપ મોડલ બહારથી એકસરખા જ જેખાય છે પરંતુ બન્ને મોડલમાં જમીન આસમાનનું અંતર હોય છે. ટોપ મોડલ ફુલી લોડેડ હોય છે પરંતુ બેઝિક મોડલ જેવા જ દેખાય છે.
એનડીએ સરકારે કે જે રાફેલ ડીલ કરી છે તે ફુલ્લી લોડેડ રાફેલની છે અને રાફેલના બેઝિક મોડલની જે કીંમત યૂપીએ સરકારના સમયમાં હતી. એટલે કે 80 મિલયન યૂરો તેનાથી ઓછી કિંમત પર બેઝિક રાફેલ ડીલ એનડીએ સરકારે કરી છે. પ્રેઝન્ટેશન દરમિયાન એવું પણ કહેવામાં આવ્યું કે રાફેલની કિંમતનો ખુલાસો એટલા મોટે નથી કરવામાં આવી રહ્યો કે તેનાથી દુશ્મન દેશને રાફેલના લોડેડ ઇક્વિપમેન્ટ વિશે જાણકારી મળી શકે છે. પ્રેઝન્ટેશન દરમિયાન કહેવામાં આવ્યું કે રાફેલની ડીલ ગવર્નમેન્ટ ટૂ ગવર્નમેન્ટ ડીલ છે. તેનાથી સરકારના કરોડો રૂપિયા બચાવ્યા છે. આ બચત 34 રાફેલ વિમાનો પર 12500 કરોડ સુધી છે.
પ્રેઝન્ટેશનના અંતમાં પીએમ મોદીએ કહ્યું કૉંગ્રેસે પૂર્ણ તથ્ય સાથે જવાબ આપો. કોઈ પણ મંત્રી કોઈ પણ વિભાગના કામકાજ પર પોતાની વાત રજૂ કરવાના હોય તો પહેલા સંબંધિત વિભાગના સચિવ પાસેથી જાણકારી પહેલા મેળવી બાદમાં પોતાની વાત રજૂ કરે.