Farm Laws: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્રણેય કૃષિ કાયદાઓને પાછા ખેંચી લેવા અંગેના બિલને મંજૂરી આપી દીધી છે. ત્રણેય કાયદાઓ રદ કરનારા બિલને 29 નવેમ્બરના રોજ સંસદના બંન્ને ગૃહોમાં પાસ કરી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિની મંજૂરી સાથે જ ઔપચારિક રીતે ત્રણેય કાયદાઓ રદ થઇ ગયા છે. કૃષિ કાયદાઓને રદ કરવા અને એમએસપી પર કાયદો બનાવવાને લઇને એક વર્ષથી વધુ સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં ખેડૂતો દિલ્હીની સિંધુ, ટિકરી, ગાજીપુર બોર્ડર પર ધરણા કરી રહ્યા છે.


આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બરના રોજ ગુરુ પર્વના અવસર પર રાષ્ટ્રને સંબોધિત કર્યો હતો. જેમાં ત્રણેય કૃષિ કાયદાઓને પરત લેવાના નિર્ણયની જાહેરાત કરી હતી. સાથે તેમણે કહ્યું હતું કે એમએસપીને લઇને કમિટીની રચના કરવામાં આવશે. બિલ પાછા ખેંચવાના નિર્ણયનો ખેડૂત સંગઠનોએ સ્વીકાર કર્યો હતો પરંતુ આંદોલન પૂર્ણ નહી કરવાની જાહેરાત કરી હતી.


આજે ભારતીય કિસાન સભાના મહાસચિવ હન્નાન મોલ્લાહે કહ્યું કે ખેડૂત આંદોલન ખત્મ થઇ શકે છે જો આંદોલનના 687 શહીદ ખેડૂતોના પરિવારજનોને વળતર આપવામાં આવે. આંદોલન સંબંધિત તમામ કેસ પાછા ખેંચવામાં આવે અને આંદોલન ખત્મ થયા બાદ એમએસપી કાયદો બનાવવા પર ચર્ચાની લેખિત ગેરન્ટી આપવામાં આવે.


ખેડૂત નેતા દર્શનપાલે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી) અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા માટે સમિતિની રચના કરવાને લઇને સંયુક્ત કિસાન મોરચામાંથી પાંચ લોકોના નામ માંગ્યા છે. ખેડૂત સંગઠન આ મામલામાં ચાર ડિસેમ્બરના રોજ થનારી બેઠકમાં નિર્ણય કરશે.


ગાંધીનગર બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદોઃ હવસખોરને ફટકારી આજીવન કેદની સજા


 


બે દિવસ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ગામોમાં પણ ભારે વરસાદ રહશે, હવામાન વિભાગની આગાહી


 


DGCA On International Flights: 15 ડિસેમ્બરથી નહીં શરૂ થાય આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ, Omicromના ખતરા વચ્ચે થયો ફેંસલો


 


ગુજરાત કોંગ્રેસની કમાન કયા દિગ્ગજ નેતાને સોંપાશે? કોણ બનશે વિપક્ષના નેતા?