President Ramnath Kovind Farewell Speech : દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ આવતીકાલે આજે 24 જુલાઈએ પુરો થઇ રહ્યો છે. આવતીકાલે દેશના પ્રથમ આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. પણ આ પહેલા આજે 24 જુલાઈએ વિદાય લઇ રહેલા રાષ્ટ્રપતિ  રામનાથ કોવિંદે દેશને અંતિમ સંબોધન કર્યું. પોતાના સંબોધનમાં રામનાથ કોવિંદે ઘણી મહત્વની વાતો કરી અને સાથે જ બંધારણ સભાની મહિલા નેતાઓ અને કાનપુરના પોતાના શિક્ષકોનો પણ ઉલ્લેખ કર્યો. 


કાનપુરના પોતાના શિક્ષકોનો પણ ઉલ્લેખ કર્યો
પોતાના ગૃહ જિલ્લા કાનપુર દેહાતનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે પારૌંખ ગામના અત્યંત સાદા પરિવારમાં ઉછરેલા રામનાથ કોવિંદ આજે તમામ દેશવાસીઓને સંબોધી રહ્યા છે, આ માટે હું આપણા દેશની ગતિશીલ લોકતાંત્રિક વ્યવસ્થાની શક્તિને સલામ કરું છું. રામ નાથ કોવિંદે કહ્યું કે રાષ્ટ્રપતિના કાર્યકાળ દરમિયાન તેમના વતન ગામની મુલાકાત લેવી અને તેમની કાનપુરની શાળામાં વૃદ્ધ શિક્ષકોના ચરણ સ્પર્શ કરવો અને તેમના આશીર્વાદ લેવાનું તેમના જીવનની સૌથી યાદગાર ક્ષણોમાં હંમેશા રહેશે.


તેમણે કહ્યું કે આપણા મૂળ સાથે જોડાયેલા રહેવું એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે. હું યુવા પેઢીને વિનંતી કરીશ કે તમારા ગામ, શહેર અને તમારી શાળાઓ અને શિક્ષકો સાથે જોડાયેલા રહેવાની આ પરંપરાને હંમેશા આગળ વધારવી.




બંધારણ સભામાં સમાવિષ્ટ મહિલા નેતાઓને યાદ કર્યા 
બંધારણ સભામાં સમાવિષ્ટ મહિલા નેતાઓને પણ યાદ કર્યા રાષ્ટ્રપતિએ કહ્યું કે હંસાબેન મહેતા, દુર્ગાબાઈ દેશમુખ, રાજકુમારી અમૃત કૌર અને સુચેતા ક્રિપલાણી સહિત 15 મહિલાઓ બંધારણ સભામાં સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરતી ઘણી પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં સામેલ છે. બંધારણ સભાના સભ્યોના અમૂલ્ય યોગદાનથી રચાયેલું ભારતનું બંધારણ હંમેશા આપણું દીવાદાંડી રહ્યું છે.


તેમણે કહ્યું કે આપણા પૂર્વજો અને આપણા આધુનિક રાષ્ટ્રના નિર્માતાઓએ તેમની મહેનત અને સેવા ભાવનાથી ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના આદર્શોને સાકાર કર્યા હતા. આપણે ફક્ત તેમના પગલે ચાલીને આગળ વધવાનું છે.