લતા મંગેશકરને મળ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ટ્વિટ કરીને કહી આ વાત, જાણો વિગત
abpasmita.in | 18 Aug 2019 08:22 PM (IST)
લતા મંગેશકરે રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. રામનાથ કોવિંદ તેમને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. લતા મંગેશકરે ટ્વિટર પર આની જાણકારી આપી હતી.
મુંબઈઃ સ્વરકોકિલા લતા મંગેશકરે રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. રામનાથ કોવિંદ તેમને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. લતા મંગેશકરે ટ્વિટર પર આની જાણકારી આપી હતી. મુલાકાતની તસવીરોને લતા મંગેશકરની સાથે સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ શેર કરી છે. કોવિંદે ટ્વિટમાં લખ્યું, લતા મંગેશકરજી સાથે આજે તેમના નિવાસ પર મળીને પ્રસન્નતા થઈ. તેમના સ્વસ્થ જીવન માટે શુભકામના આપી. લતાજી ભારતનું ગૌરવ છે. તેમના મર્મસ્પર્શી ગીત આપણા જીવનમાં મધુરતા લાવે છે. તેમની પ્રેરણાદાયી સાદગી અને સૌમ્યતા આપણે બધાને પ્રભાવિત કરતી રહી છે. લતા મંગેશકરે તેના ટ્વિટમાં લખ્યું, નમસ્કાર. આજે ભારતના રાષ્ટ્રપતિ આદરણીય શ્રી રામનાથ કોવિંદ, તેમના પત્ની શ્રીમતી સવિતા કોવિંદ, પુત્રી સ્વાતિ કોવિંદ, મહારાષ્ટ્રના રાજ્યપાલ સી વિદ્યાસાગર રાવ અને તેમની પત્ની વિનોદા રાવ તથા મહારાષ્ટ્રના શિક્ષણમંત્રી વિનોદ તાવડે અમારા મહેમાન બન્યા હતા. તસવીરોમાં લતા મંગેશકર રાષ્ટ્રપતિ કોવિંદ અને તેના પરિવારના સભ્યો સાથે વાતચીત કરતી નજરે પડે છે. ત્રણ તલાક પર બોલ્યા અમિત શાહ, સમાજ સુધારકોમાં લખાશે PM મોદીનું નામ વડોદરાઃ સ્વિગીના ડિલિવરી બોયની બેગમાંથી મળ્યા બિયરના ટીન, જાણો વિગતે મિની સ્કર્ટ પહેરવા પર ટ્રોલ થઈ આ સ્ટાર એક્ટરની પત્ની, લોકોએ કહ્યું-દીકરીનો ડ્રેસ પહેર્યો છે