નવી દિલ્હીઃ આજે સમગ્ર દેશમાં રંગોના તહેવાર હોળીનું પર્વ ઉલ્લાસ સાથે મનાવવામાં આવી રહ્યું છે. સવારથી જ લોકો વિવિધ રંગોમાં રંગાઇને તહેવારનો આનંદ માણી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી,  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મમતા બેનર્જીએ પણ દેશવાસીઓને આ પર્વની શુભકામના પાઠવી છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, હોળીના શુભ અવસર પર ભારત અને વિદેશમાં રહેતા તમામ દેશવાસીઓને શુભકામના. રંગોનો તહેવાર હોળી વસંત અને સમાજમાં સૌહાર્દનો ઉત્સવ છે. આ ઉત્સવ તમામના જીવનમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ લાવે તેવી મારી શુભકામના છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, હોળીના પાવન પર્વની તમામ દેશવાસીઓને શુભકામના. હર્ષ અને ઉલ્લાસનો આ તહેવાર આપણી એકતા અને સદભાવનાના રંગને વધુ ગાઢ કરશે.