નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) ની દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સફળ બાયપાસ સર્જરી કરવામાં આવી છે. તેની જાણકારી રક્ષામંત્રી રાજનાથ સિંહે (Rajnath singh) ટ્વિટર પર આપી છે. તેમણે કહ્યું કે, હું સફળ ઓપરેશન માટે ડોક્ટરોની ટીમને શુભેચ્છા આપુ છું. રાષ્ટ્રપતિના સ્વાસ્થ્યના હાલચાલ જાણવા માટે એમ્સના ડાયરેક્ટર સાથે વાત કરી છે. આ સાથે રક્ષા મંત્રી (Defence Minister) એ કહ્યુ કે, હું તેમના જલદી સાજા થવાની કામના કરુ છું.
મહત્વનું છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind) ને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તપાસમાં સામે આવ્યુ કે, તેમની બાયપાસ સર્જરી કરાવવી પડશે. ડોક્ટરોની એક ટીમ તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખી રહી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સારવાર કરાવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ પીએમ મોદી અને અમિત શાહે તેમના હાલચાલ જાણ્યા હતા. પીએમઓ તરફથી જારી કરાયેલા નિવેદન અનુસાર પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગના પુત્ર સાથે વાતચીત કરી હતી અને તેમના સ્વાસ્થ્યની જાણકારી મેળવી હતી. આ સાથે પીએમ મોદીએ રાષ્ટ્રપતિના જલદી સાજા થવાની કામના કરી છે. તો અમિત શાહે કહ્યુ હતુ કે, તેમણે રાષ્ટ્રપતિના પરિવાર સાથે વાત કરી સ્વાસ્થ્યની જાણકારી લીધી હતી.
બે દિવસ પહેલા 27 માર્ચે રાષ્ટ્રપતિ ભવન તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિની તબીયત બગડતા તેમને એઈમ્સમાં લઈ જવામાં આવ્યા છે. તપાસ કરાવ્યા બાદ ડૉક્ટરોએ તેમને બાયપાસ સર્જરી કરાવવાની સલાહ આપી હતી. આજે મંગળવારે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ પહેલા શુક્રવારે સવારે હાર્ટમાં તકલીફ થયા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સેનાના રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ તપાસ માટે એઈમ્સમાં રિફર કરવામાં આવ્યા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહ શુક્રવારે રાષ્ટ્રપતિના સ્વાસ્થની જાણકારી લેવા માટે સેનાની રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલ ગયા હતા.