BJD' Support to NDA: ઓડિશા (Odisha)માં સત્તારૂઢ બીજૂ જનતાદળ (Biju Janata Dal) (BJD)નુ સમર્થન મળ્યા બાદ NDA તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ (Droupadi Murmu)ની ચૂંટણીનો રસ્તો વધુ આસાન બની ગયો છે. વળી, આ આખા ઘટનાક્રમથી પ્રભાવિત થયા વિના વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હા (Yashwant Sinha) નું કહેવુ છે કે આ વિચારધારાની લડાઇ છે, અને દેશને ‘રબડ-સ્ટેમ્પ રાષ્ટ્રપતિ’ ની જરૂર નથી.
નવીન પટનાયક (Naveen Patnaik) ની પાર્ટીનુ સમર્થન મળવાની સાથે જ સંથાલ સમુદાય સાથે સંબંધ રાખનારી દ્રૌપદી મુર્મૂની પાસે લગભગ 52 ટકા મત (લગભગ 5,67,000 મત) થઇ ગયા છે. રાષ્ટ્રપતિ ચૂંટણી માટે કુલ 10,86,431 મત છે. દ્રૌપદી મુર્મૂને મળનારા આ સંભવિત મતોમાંથી 3,08,000 મત બીજેપી અને તેના સહયોગી સાંસદોના છે. વળી, બીજૂ જનતા દળની પાસે લગભગ 32,000 મત છે, જે કુલ મત મૂલ્યના લગભગ 2.9 ટકા છે.
નવીન પટનાયકે કર્યુ દ્રૌપદી મુર્મૂને સમર્થન -
બીજૂ જનતા દળ અધ્યક્ષ અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે રાજ્ય વિધાનસભાના તમામ સભ્યોને અનુરોધ કર્યો છે કે તે 18 જુલાઇએ થનારી ચૂંટણીમાં 64 વર્ષીય દ્રૌપદી મુર્મૂનો સાથ આપે, હાલમાં ઇટાલીની યાત્રા પર ગયેલા પટનાયકે દ્રૌપદી મુર્મૂને ઓડિશાની દીકરી બતાવતા તેનુ સમર્થન કરવાની અપીલ કરી છે.
વળી, બુધવારે સવારે ભુવનેશ્વર રવાનવા થયા પહેલા દ્રૌપદી મુર્મૂએ ઓડિશાના મયૂરગંજ જિલ્લાના આદિવાસી બહુમતી રાયરંગપુરમાં શિવમંદિરમાં સવારે ઝાડૂ લગાવ્યુ, ઝારખંડના રાજ્યપાલ પદથી ઓગસ્ટ, 2021માં સેવાનિવૃત્ત થયા બાદ સવારે મંદિરમાં ઝાડૂ લગાવવુ દ્રૌપદી મુર્મૂની દિનચર્યાનો ભાગ બની ગયો હતો. અન્ય દિવસોની જેમ જ દ્રૌપદી મુર્મૂએ સ્નાન બાદ મંદિરમાં પૂજા કરી અને નંદીના કાનોમાં પોતાની મનોકામના કહી.
દ્રૌપદી મુર્મૂને મળી ઝેડ પ્લસ સિક્યૂરિટી -
ઉલ્લેખનીય છે કે, બીજેપી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા તરફથી મંગળવારની રાત્રે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂના નામની જાહેરાત કરવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકારે તેને ઝેડ પ્લસ સુરક્ષા આપી છે. આજે સવારે પણ મંદિરમાં પૂજા દરમિયાન સીઆરપીએફના જવાનોએ મંદિરને ચારેબાજુથી ઘેરી લીધુ હતુ.
જોકે, કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા નરસિંહ મિશ્રાએ કહ્યું કે બીજેપીના નિર્વાચક મંડળે બીજદના મતોનુ ધ્યાન રાખતા દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા છે. તેમને કહ્યું કે, સંભવતઃ તે ઉપયુક્ત ઉમેદવાર હોવા છતાં અમે ચૂંટણીમાં તેનુ સમર્થન ના કરીએ.
પહેલીવાર આદિવાસી રાષ્ટ્રપતિ બની શકે છે દ્રૌપદી મુર્મૂ -
ચૂંટાયા બાદ દ્રૌપદી મુર્મૂ દેશની પહેલી આદિવાસી અને સૌથી ઓછી ઉંમરની રાષ્ટ્રપતિ બનશે, આશા છે કે તેને અન્નામુદ્રક અને વાયએસઆર કોંગ્રેસ જેવી ક્ષેત્રીય પાર્ટીઓનુ પણ સમર્થન મળશે.