Presidential Election 2022: રાષ્ટ્રપતિ ચૂંટણીમાં (Presidential Election) વિપક્ષના ઉમેદવાર બનેલા યશવંત સિન્હાનું (Yashwant sinha) કહેવું છે કે, તેઓ જીતવાની તમન્ના સાથે મેદાનમાં આવ્યા છે. તેમણે બધા વિપક્ષી દળોનો (Opposition Parties) આભાર માન્યો અને કહ્યું કે આ સિદ્ધાંતોની લડાઈ છે. સિન્હાએ કહ્યું, "જે બે-ત્રણ ટકાને ભાજપ (Bjp) પોતાના પક્ષમાં કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યું છે. હું પણ તેમને મારા પક્ષમાં લાવવા માટેની કોશિશ કરી રહ્યો છું." તેમણે કહ્યું, "હું ભાજપના લોકો સાથે પણ વાતચીત કરીશ (હસતાં કહ્યું) પોતાના પક્ષમાં વોટ આપવા માટે."


દ્રોપદી મુર્મૂની ઉમેદવારી પર બોલ્યા..
એનડીએ દ્વારા ઝારખંડના પૂર્વ રાજ્યપાલ અને આદિવાસી નેતા દ્રોપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. દ્રોપદી મુર્મૂની ઉમેવદારી પણ યશવતં સિન્હાએ કહ્યું કે, મારી લડાઈ દ્રોપદી મુર્મૂ સાથે નહી પણ પણ સિદ્ધાંતો સાથે છે અને જીત મારી જ થશે અને જીત મારી જ થશે. તેમણે વધુમાં કહ્યું, જે લોકો એ વાતનું દબાણ બનાવી રહ્યા છે કે પહેલી વખત આદિવાસી સમાજથી આવેલા ઉમેદવારને જીતવા દેવામાં આવે, તો આવા લોકોને હું કહેવા માંગુ છું કે, જ્યારે વાત દેશની દિશા નક્કી કરવાની હોય ત્યારે આ મુદ્દાઓ નાના થઈ થાય છે. યશવંત સિન્હાએ કહ્યું કે, હું દેશના લોકોને કહેવા માંગુ છે કે, ભલે તોએ આ ચૂંટણીમાં ભાગ ના લઈ શકતા હોય પરંતું તમે તમારા નેતાઓ પર દબાવ બનાવો કે મારા પક્ષમાં વોટિંગ કરે. 


યશવંત સિન્હાની રાજનીતિક સફરઃ
જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાની રાજનીતિક સફર ઘણી પાર્ટી સાથે રહી છે. આઈએએસ અધિકારી રહેલા સિન્હાએ 1984માં નિવૃતિ જાહેર કરીને જનતા પાર્ટીમાં જોડાયા હતા. 1988માં રાજ્યસભાના સાંસદ બન્યા અને પછી જનતા દળમાં જોડાઈને ચંદ્રશેખરની સરકારમાં નાણામંત્રી પણ બન્યા હતા. આ પછી યશવંત સિન્હા ભાજપમાં જોડાયા હતા અને અટલ સરકારમાં વિદેશ મંત્રી અને નાણામંત્રી રહ્યા હતા. 2018માં યશવંત સિન્હાએ ભાજપ છોડ્યું અને 2021માં તૃણમુલ કોંગ્રેસમાં જોડાયા હતા.