Uddhav Thackeray Cabinet Decision: મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની કેબિનેટે મહત્વના નિર્ણયો લીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્ર સરકારે લોનના પૈસા નિયમિતપણે ચૂકવનારા ખેડૂતોને 50,000 રૂપિયાની ગ્રાન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. સાથે જ રાજકીય આંદોલન દરમિયાન નોંધાયેલા કેસ પરત ખેંચવાનો પણ મહારાષ્ટ્ર સરકારે નિર્ણય લીધો છે. કેબિનેટ બેઠક બાદ કોગ્રેસના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી બાલાસાહેબ થોરાટે કહ્યુ હતું કે કોરોનાની સ્થિતિ
તેમજ રાજકીય ચળવળમાં નોંધાયેલા કેસો પરત ખેંચવામાં આવશે. કેબિનેટની બેઠક પછી, કોંગ્રેસના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી બાલાસાહેબ થોરાટે કહ્યું કે કોવિડની સ્થિતિ સહિતના અનેક મુદ્દે ચર્ચા થઇ હતી. મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ પર કોઇ ચર્ચા કરવામાં આવી નથી. અગાઉ, શિવસેનાના સાંસદ સંજય રાઉતે સંકેત આપ્યો હતો કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને રાજ્યની વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી શકે છે કારણ કે મહા વિકાસ અઘાડી (MVA) સરકાર માટે સંકટ વધુ ઘેરાયેલું છે.
રાઉતે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં વર્તમાન રાજકીય ઘટનાક્રમ રાજ્ય વિધાનસભાને ભંગ કરવા તરફ લઇ જઇ રહી છે. આ અગાઉ બળવાખોર શિવસેના નેતા એકનાથ શિંદેએ બુધવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રના 40 ધારાસભ્યો તેમની સાથે આસામના ગુવાહાટી ગયા છે, તે બધા પક્ષના સ્થાપક બાળાસાહેબ ઠાકરેની 'હિંદુત્વ' વિચારધારા માટે પ્રતિબદ્ધ છે.
સંકટમાં સરકાર
શિવસેનાના ધારાસભ્યોએ પાર્ટી વિરુદ્ધ બળવો કર્યો છે, જેના કારણે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મહા વિકાસ અઘાડી (MVA) સરકાર મુશ્કેલીમાં આવી ગઇ છે. શિંદેના નેતૃત્વમાં બુધવારે સવારે આસામના ગુવાહાટી પહોંચેલા મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યોના જૂથને કડક સુરક્ષા વચ્ચે શહેરની બહારની બાજુમાં આવેલી એક વૈભવી હોટેલમાં લઈ જવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેના પાસે 55, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી 53 અને કોંગ્રેસ પાસે 44 છે. સરકાર બનાવવા માટે 144 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે.