નવી દિલ્હી: ફ્રાન્સના નીસ શહેરમાં થયેલા આતંકી હુમાલની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિંદા કરી છે. પીએમ મોદીએ ટ્ટીટ કરીને કહ્યું તે, ભારત આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ફ્રાન્સ સાથે છે.

પીએમ મોદી કહ્યું કે, " નીસમાં એક ચર્ચની અંદર આ જઘન્ય હુમલો સહિત ફ્રાન્સમાં હાલમાં જ થયેલા આતંકી હુમલાની હું નિંદામાં કરું છું. પીડિતોના પરિવાર અને ફ્રાંસ ના લોકો પ્રત્યે અમારી સંવેદનાઓ. ભારત આતંકવાદ સામેની લડાઈમાં ફ્રાન્સની સાથે છે. "


ફ્રાન્સના નીસ શહેરમાં ચાકુથી એક શખ્સે કેટલાય લોકોને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે કેટલાય લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સી રૉયટર્સ અનુસાર, પોલીસે જણાવ્યુ કે ફ્રાન્સના નીસમાં ચાકુથી હુમલામાં એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા હતા.

શહેરમાં મેયરે ઘટનાને લઇને કહ્યું કે જે રીતે આને અંજામ આપ્યો છે, તેનાથી આતંકી હુમલાનાં સંકેત મળે છે. મેયર ક્રિશ્ચિયન એસ્ટ્રૉસીએ કહ્યું કે આ હુમલાના આરોપમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.