નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બાળકો પ્રત્યે ખૂબજ લગાવ છે તે જગ જાહેર છે. પીએમ મોદીનો બાળકો પ્રત્યેનો પ્રેમ અવાર નવાર સામે આવે છે. જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહે છે. ત્યારે આજે પીએમ મોદીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની સાથે એક બાળકની તસવીર શેર કરી છે. જેમાં તેઓ નાના બાળકને વહાલ કરતા નજર આવી રહ્યાં છે.

આ તસવીરના કેપ્શનમાં લખ્યું કે ‘ખૂબજ ખાસ દોસ્ત આજે મને સાંસદમાં મળવા આવ્યો.’  જણાવી દઈએ કે આ બાળક મધ્ય પ્રદેશના રાજ્યસભા સાંસદ સત્યનારાયણ જટિયાનો પૌત્ર છે.


વડાપ્રધાન મોદી આ પહેલા પણ બાળકો સાથેની તસવીર શેર કરતા રહે છે. તેઓએ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોના પરિવાર સાથેની તસવીર પણ શેર કરી હતી. જેમાં પીએમ મોદી બાળકના કાન પકડીને વહાલ કરતા નજર આવ્યા હતા.


નહેરમાંથી પાણી ચોરતા પહેલા ચેતજો, પકડાશો તો સરકાર કરશે આટલો દંડ ને સજા, જુઓ વીડિયો