નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધન કરશે. રેડિયો કાર્યક્રમ મન કી બાતનો આ 53મો એપિસોડ છે. આ કાર્યક્રમ દર મહીને છેલ્લા રવિવારે પ્રસારિત થાય છે. જેમાં વડાપ્રધાન મોદી અલગ અલગ મુદ્દા પર લોકો સાથે વાત કરે છે. આ કાર્યક્રમ આજે સવારે 11 વાગ્યે આકાશવાણી અને અન્ય ચેનલો પર પ્રસારિત થશે.


આ અગાઉ આ વર્ષના પ્રથમ સંબોધનમાં મન કી બાત દ્વારા પીએમ મોદીએ કહ્યું હતું કે લોકતંત્રને મજબૂત કરવાની દિશામાં દેશનો ચૂંટણી આયોગ મહત્વની ભુમિકા ભજવવી રહ્યો છે અને તેઓ સતત પ્રયાસ કરી રહ્યાં છે કે લોકતંત્ર મજબૂત થાય. પીએમ મોદીએ જનતાને અપીલ કરી હતી કે તેઓ મતાધિકારનો પ્રયોગ કરે. જે લોકોની ઉંમર 18 વર્ષની થઇ ગઇ છે તેઓ મતદાતા તરીકે પોતાની નોંધણી કરાવે.

લોકસભા ચૂંટણી પહેલા PM મોદી આજે ખેડૂતોને આપશે ભેટ, ખેડૂતોના ખાતમાં આવશે બે-બે હજાર રૂપિયા