ભોપાલ: મધ્ય પ્રદેશના હોશંગાબાદમાં એક એવી ઘટના સામે આવી છે જે જોઈ પોલીસ માટે સમ્માન વધી જશે. હોશંગાબાદમાં ટ્રેનમાંથી પડીને ઘાયલ થયેલા યુવકનો જીવ બચાવવા માટે મધ્ય પ્રદેશના પોલીસ જવાન પૂનમ બિલ્લૌરેએ એમ્બ્યૂલન્સની રાહ જોયા વગર તેને ખભા પર ઉચકી દોઢ કિલોમીટર સુધી દોડ મુકી તેને હોસ્પિટલ પહોંચાડ્યો હતો.


ઘાયલ થયેલા યુવકને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે.


પૂનમ બિલ્લૌરેએ એક ઉદાહરણ પુરૂ પાડ્યું છે કે પોલીસમાં એવા લોકો પણ હોઈ છે કે લોકોનો જીવ બચાવવા માટે કંઈ પણ કરવા તૈયાર છે.