નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’થી દેશને સંબોધન કરશે. પીએમ મોદીના બીજા કાર્યકાળમાં  ‘મન કી બાત’ કાર્યક્રમનો આ બીજો એપીસોડ છે. ‘મન કી બાત’ કાર્યક્રમ 11 વાગ્યે આકાશવાણી અને દૂરદર્શન પ્રસારણ થશે.


ગત ‘મન કી બાત’ કાર્યક્રમમાં લોકતંત્રને ભારતની સંસ્કૃતિ અને વિરાસત એક ભાગ ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે 1975-77માં 19 મહીનાની કટોકટીના સમયમાં દેશના દરેક નાગરિક અનુભવી રહ્યો હતો કે તેમની પાસેથી કંઈક ઝુંટવાય ગયું છે. આ સિવાય પીએમ મોદીએ જળ સંકટને લઈને સામુહિક ભાગીદારીની અપીલ કરી હતી. તેઓએ કહ્યું કે સામુહિક પ્રયાસોથી મોટા સકારાત્મક પરિણામ પ્રાપ્ત કરી શકાય છે. તેના માટે દેશના અલગ અલગ ભાગમાં અલગ અલગ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. પરંતુ સૌનું લક્ષ્ય એક જ છે કે પાણી બચાવવાનું, જળ સંરક્ષણ. જ્યારે બધા એકજૂટ થઈને મજબૂતીથી પ્રયાસો કરશે તો અસંભવને પણ સંભવ બનાવી શકે છે. જ્યારે જન જન જોડાશે, ત્યારે જળ બચશે.