PM Modi To Address Nation: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે નવ વાગ્યે દેશને સંબોધિત કરશે. વડાપ્રધાન ઓફિસે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. વડાપ્રધાન આજે ઉત્તર પ્રદેશના મહોબા અને ઝાંસીના પ્રવાસ પર છે ત્યારે તે અગાઉ દેશને સંબોધિત કરશે.

Continues below advertisement

 

પીએમઓએ ટ્વિટ કરતા જણાવ્યું હતું કે આજે ગુરુ નાનકજીનો પ્રકાશ પર્વ છે. આજે વડાપ્રધાન મોદી સિંચાઇ યોજનાઓનું લોકાર્પણ કરવા ઉત્તર પ્રદેશના મહોબા જશે. બાદમાં સાંજે ઝાંસીમાં રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વમાં સામેલ થશે. ઉત્તર પ્રદેશ જતા અગાઉ તેઓ સવારે નવ વાગ્યે દેશને સંબોધિત કરશે.